Get The App

પોલીસ કર્મચારીના ઘરમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાની મીની ફેક્ટરી પકડાઈ

- તલોદના છત્રીસા ગામે મકાનમાં પોલીસના દરોડા

- પોલીસમાં ફરજ બજાવતા પિતા અને પુત્રની ધરપકડ કરી કાર, દારૂ સહિત રૃા. 4.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયા

Updated: Nov 25th, 2021

GS TEAM


Google News
Google News
પોલીસ કર્મચારીના ઘરમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાની મીની ફેક્ટરી પકડાઈ 1 - image

તલોદ, તા. 24

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના છત્રીસા ગામના એક રહેણાંકના મકાનમાંથી તલોદ પોલીસે ''ઈંગ્લીશ દારૂ બનાવતું મીની કારખાનું'' ઝડપી લઈને તેમાં સંડોવાયેલા આરોપી બાપ-દિકરાને કુલ રૃા. ૪ લાખ ૭૫ હજાર ૭૯૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેતાં સનસનાટી મચી જવા પામી હતી, અમદાવાદના બાપુનગર ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી તેના પુત્ર સાથે અહીં છત્રીસા ખાતેના એક મકાનમાં આ ગે.કા. વેપલો કરતો હોવાનું જાણવા મળેલ છે. જે વિદેશ માર્કા વાળી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બનાવી પેક કરરીને ''ઓફિસરમાં ચોઈસ કલાસીક વ્હીસ્કી''ના લેબલ લગાવી વેચાણ કરતા હતા.

તલોદ પોલીસને મળેલ એક બાતમીના આધારે પોલીસની એક ટુકડી પંચો સાથે છત્રીસા ગામના એક મકાનમાં ત્રાટકી હતી. જ્યાં મકાનની ચોપાડમાં બેઠેલા બે વ્યક્તિઓની તપાસ અને તલાશ કરી ઝડપી લીધા હતા. મકાનની અંદર તલાશ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. જ્યાં પોલીસને વિદેશી માર્કાના બનાવડી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અહીંથી દારૂની બોટલો પેક કરેલા ૪૬ બોક્સ (કાર્ટુન) પોલીસે હસ્તગત કર્યા હતા. જેમાંથી કુલ ૫૫૨ બોટલો મળી આવી હતી. અંદાજીત રૃા. ૨ લાખ ૫૧ હજાર ૧૬૦/-ની કિંમતની આ બોટલો ઉપરાંત બોટલો પેડા કરવાનું મશીન, આલ્કોહોલ મીટર, ખાખી રંગના ૮૦ કાર્ટુન (બોક્સ), કથ્થાઈ કલરનું પ્રવાહી, બોટલ ઉપર ચોંટાડવાના ઓફિસર્સ ચોઈસ કલાસિક વ્હિસ્કીના ૧૪૪ લેબલ સહિત આ ઓપરેશનમાં તલોદ પોલીસે બાપ-દિકરા આરોપીના કબજામાંથી કુલ રૃા. ૪ લાખ ૭૫ હજાર ૭૯૦/-નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

સ્થળ ઉપરથી ઝડપાયેલા અને આમ શરૂ બનાવીને વેચાણ કરતા મનાતા આરોપી રણજીતસિુંહ દિપસિંહ ચૌહાણ તથા જયદિપસિંહ રણજીતસિંહ ચૌહાણ બંને રહે. છત્રીસાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી પોલીસ કર્મી બાપુનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે

અહીં અચરજ ભરી બાબત એ છે કે, બાપુનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા રણજીતસિંહ દિપસિંહ ચૌહાણ ગુનો બનતો અટકાવવાની તેઓની ફરજ હોવા છતાં તેઓએ પોતાના દિકરાને સાથે રાખી ગંભીર ગુનો આચર્યો છે. આ ઈસમોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચીને લોકોના સ્વાસ્થાયને હાનિ પહોંચાડે તેવો હલકી કક્ષાનો દારૂ પોતાના આર્થિક ફાયદા માટે બનાવી, પેડા કરીને વેચાણ કરીને ગે.કા. ધંધો ચલાવ્યો રાખ્યો હતો.

Tags :