Gujarat

ઉત્તર ગુજરાતમાં 4350 હેક્ટરમાં પપૈયાનું વાતેતર કરાયું

By GS Team
2 Mar 20221 min read
This article was originally published on 2 Mar 2022
ઉત્તર ગુજરાતમાં 4350 હેક્ટરમાં પપૈયાનું વાતેતર કરાયું

હિંમતનગર, તા. 1

ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે એ સાથે જ બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર પણ વધી રહ્યો છે. ખેડૂતોએ પપૈયાની ખેતીમાં ટૂંકાગાળામાં આર્થિક ફાયદો હોવાથી વાવણીમાં ઉત્સાહ દર્શાવ્યો છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ૪૩પ૦ હેક્ટર જમીનમાં પપૈયાના પાકની વાવણીની ધારણા છે.

સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના ખેડૂતોએ બાગાયતી ખેતી અપનાવ્યા પછી કેરી, ચીકુ, દાડમ, મોસંબી સહિતના ફળાઉ વૃક્ષો ખેતરોમાં વાવી આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો છે જેમાં હવે પપૈયાની ખેતીનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. પપૈયાની ખેતીમાં બારમાસી આવક થતી હોવાથી ખેડૂતોને ફાયદો થતો હોય છે. ઉત્તર ગુજરાતના પ જિલ્લામાં પપૈયાનું ૪૩પ૦ હેક્ટર જમીનમાં વાવણી થઈ છે. જેમાંથી ર,૪૯,ર૦૮ મેટ્રીક ટન પાક ઉત્પાદનની ધારણા છે.

ખેતીના અન્ય પાક સાથે આંતર પાક તરીકે પણ પપૈયાનું વાવેતર થઈ શકે છે જેમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળી રહ્યું છે જેના કારણે બંન્ને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો હવે પપૈયાની  ખેતી તરફ વળી રહ્યા છે.