સાબરકાંઠામાં કોરોનાના વધુ નવ કેસ : કુલ 341 દર્દીઓ
- જિલ્લામાં કુલ 88 કોરોનાના એકટિવ કેસ
- હિંમતનગરમાં ત્રણ, પ્રાંતિજના ઘડકણમાં એક અને ઈડર તાલુકામાં પાંચ કેસ
અમદાવાદ, તા.24 જુલાઈ, 2020, શુક્રવાર
સાબરકાંઠા જિલ્લામાં ત્રણ
દિવસ બાદ કોરોનાનો ગ્રાફ ઉચકાયો છે અને છેલ્લા ૨૪ કલાકમાં વધુ નવ કેસ ઉમેરાતાની સાથે
જ જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસનો આંકડો ૩૪૨ પર પહોચી ગયો છે જે નવા કેસ નોધાયા છે
તેમાં હિંમતનગરમાં ૩, પ્રાંતિજ
તાલુકાના ઘડકણમાં ૧ અને ઈડર તાલુકામાં પાં કેસ નોધાયા છે. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી
મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં ગુરૃવારે સાંજે પાંચ વાગ્યા થી શુક્રવારે સાંજે
પાંચ વાગ્યા સુધીમાં જે નવ કેસ નોધાયા છે તેમાં હિંમતનગર શહેરી વિસ્તારમાં આવેલ કાંકણોલની
રાજબસેરા સોસાયટીમાં ૫૯ વર્ષિય પુરૂષ, હુસૈનીચોક વિસ્તારમાં ૩૭
વર્ષિય મહિલા તથા બગીચા વિસ્તારમાં ૫૫ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો
છે. જ્યારે પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગામે રહેતા ૩૪ વર્ષિય યુવક પણ કોરોનામાં સપડાયો
છે.
તે જ પ્રમાણે ઈડર
તાલુકાના ઓડા ગામે રહેતા ૨૪ વર્ષિય યુવક તથા ૨૨ વર્ષિય મહિલા એમ બે લોકો કોરોનામાં
સપડાઈ ચૂક્યા છે તથા ઈડરની કુંડ ફળીમાં રહેતા ૪૫ વર્ષિય પુરૂષ, ભાટીયા વાસમાં ૭૦ વર્ષિય વૃધ્ધ અને ૨૦
વર્ષિય યુવક કોરોના પોઝેટીવનો ભોગ બનતા આ તમામ ને સારવાર માટે ખસેડાયા છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝેટીવનો આંકડો ૩૩૨ હતો જે
શુક્રવારે સાંજે પાંચ વાગે ૩૪૧ થઈ ગયો છે. જે પૈકી ૨૪૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા
અપાઈ છે અને હાલ ૮૮ કેસ એક્ટીવ છે. જિલ્લામાં સૌથી વધુ કોરોના પોઝેટીવના કેસ
હિંમતનગરમાં ૧૫૪ જ્યારે પ્રાંતિજ તાલુકામાં ૭૨ છે.