Get The App

તલોદમાં ગુમાસ્તા ધારાના ભંગ બદલ પાંચ વેપારીઓને પાલિકાની નોટિસ

- પાલિકાની ટીમોએ બજારમાં તપાસ કરી

- શહેરની તમામ દુકાનો જડબેસલાક બંધ રહી : ગુમાસ્તા ધારાનું ઉલ્લંઘન કરનાર સામે ગુનો પણ નોંધાશે

Updated: Jul 27th, 2020

GS TEAM

Google News
Google News
તલોદમાં ગુમાસ્તા ધારાના ભંગ બદલ પાંચ વેપારીઓને પાલિકાની નોટિસ 1 - image

તલોદ, 26 જુલાઈ, 2020, રવિવાર

ગુમાસ્તા ધારા અન્વયે કામદારો માટે સપ્તાહમાં એક દિવસ માટે સંપૂર્ણ રજા આપવી વેપારી સંસ્થાઓ માટે પણ ફરજીયાત છે. આ ગુમાસ્તા ધારાનો નોંધપાત્ર અમલ આજે તલોદના બજારમાં જોવા મળ્યો હતો. જ્યાં આજે લગભગ તમામ દુકાનોએ રવિવારની જાહેર રજા પાડી હતી. આજે પણ વેપારીઓને ન.પા.એ નોટીસ આપી હતી.

તલોદ નગર પાલિકાના ચીફ ઓફિસર સંજયકુમાર રામાનુજએ વેપારીઓને ચીમકી આપી હતી કે, ગુમાસ્તા ધારાનો અમલ નહતું કરીને, રવિવારે ધંધા રોજગાર બંધ નહીં રાખનારા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચીફ ઓફિસરને આ ફરમાનને પગલે આજે ઘણા વર્ષો બાદ રવિવારે તલોદ બજારની લગભગ તમામ દુકાનો જડબેસલાક બંધ રહેતાં રજાની મજા માણતાં ગુમાસ્તા વર્ગમાં આનંદની લાગણી જોવા મળી હતી. ચીફ ઓફિસરની ટીમે આજે તલોદ બજારમાં ગુમાસ્તા ધારાનો અમલ કરાવવા બજારની મુલાકાત લીધી હતી. જ્યા પાંચ વેપારીઓને નોટીસ ફટકારી હતી. નગરપાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર હવેથી હર રવિવારે અથવા નિયમ કરેલા ગમે તે એક દિવસ ફરજીયાત વેપારીઓ આમ રજા આપશે. તદઉપરાંત ગુમાસ્તા ધારા અન્વયે અમલ નહીં કરનાર લોકો સામે કાયદેસર ગુનો દાખલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

Tags :