મેશ્વો નદીમાંથી પાણી છોડાતા ડઝનથી વધુ ગામોને ફાયદો
- તલોદના બડોદરામાંથી પસાર થતી
- નદી કોરીધાકોર થતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા
તલોદ, તા. 21 મે, 2020,
ગુરૂવાર
તલોદ તાલુકાના બડોદરા
પંથકના સીમાડામાંથી પસાર થતી અને કેટલાક સયમથી ખાલીખમ ભાસતી મેશ્વો નદીમાં
તાલુકાના જવાનપુરના ડેમમાંથી પાણી છોડવામાં આવે તો જવાનપુરા ડેમના હેઠ વાસમાં
આવેલા ડઝનબંધ ગામોને ફાયદો થાય તેમ છે. તેવા પ્રકારની રજૂઆત બડોદરા સરપંચ અને
જવાબદાર તંત્રના નાયબ કાર્યપાલક ઈજનેરને કરતાં તંત્ર તરફથી મેશ્વો નદીમાં પાણી
છોડવામાં આવતાં પંથકમાં ખુશીનો માહોલ ઉદભવ્યો છે.
તલોદ તાલુકાના ડઝન
ગામોના સીમાડાઓને વિંધીને જતી મેશ્વો નદી કેટલાક સમયથી કોરીધાકોર બનતાં પંથકના
સિંચાઈના પાણી પુરવઠાની માઠી દશા થઈ હતી.
જવાનપુર ડેમના હેઠવાસમાં
આવેલા બડોદરા, ગઢવાડ, સીમલીયા, વડોદ, અક્કલની મુવાડી,
આંબજીના મુવાડા, જોરાજીના મુવાડા, દોડ, બાવળાની મુવાડી અને લાલાની મુવાડી જેવા
સંખ્યાબંધ ગામોની પીવાના - ઘર વપરાશના તથા
પાલક પશુઓ માટેના અને અન્ય પશુ-પક્ષી-જર-જનાવર માટેના પાણીની ભારે આપદા હતી. આ જંગલમાં રહેતા વાનર સહિતના પ્રાણીઓ પણ પાણી
પુરવઠાની આપદાથી ત્રસ્ત હતા. ત્યારે બડોદરાના સંરપંચ કલ્યાણસિંહ ઝાલાએ જવાબદાર
તંત્રના કાન પકડીને, આંબળીને આ અંગે રજૂઆતો કરતાં ગણત્રીના
કલાકોમાં જ નદીમાં પાણી છોડવામાં આવતાં અરજદાર અને ગામોએ ખુશી વ્યક્ત કરી હતી.