Get The App

બાયડ તાલુકામાં બે ઇંચથી વધુ કમોસમી વરસાદ છતાં અનેક ખેડૂતો વળતરથી વંચિત

- નિંભર તંત્રને જગાડવા તા. પં.માં ધરણા યોજાયા

- ગ્રામ સેવકો અને સ્થાનિક તંત્રની બેદરકારીથી તાલુકાની ૬૫ ગ્રામ પંચાયતના સેંકડો ખેડૂતો સહાયની યાદીમાંથી બાકાત

Updated: Nov 15th, 2019

GS TEAM

Google News
Google News
બાયડ તાલુકામાં બે ઇંચથી વધુ કમોસમી વરસાદ છતાં અનેક ખેડૂતો વળતરથી વંચિત 1 - image

બાયડ, સાઠંબા, તા. 14 નવેમ્બર, 2019, ગુરુવાર

અરવલ્લીમાં તાજેતરમાં કમોસમી વરસાદ પડતાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ મામલે સરકાર દ્વારા સર્વે પણ કરાયો હતો. પરંતુ હજુ સુધી સહાય ન ચૂકવાતા કિસાન મોરચા અને ખેડૂતો દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાલુકાના તમામ ગામોમાં સર્વે કરીને સહાય ચૂકવવાની માંગણી કરી છે.

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે વધુ વરસાદના કારણે તેમજ શિયાળામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાના કારણે 700 કરોડની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બાયડ તાલુકાના ૧૨૩ ઉપરાંત ગામોમાં મોટા ભાગના ખેડૂતોને 80 ટકા ઉપરાંત નુકસાન થવા છતાં ખેડૂતો સહાયથી વંચિત રહી જવા પામ્યા છે. જેના અનુસંધાને આજે બાયડ તાલુકા પંચાયત ખાતે કિસાન મોરચા તેમજ આજુબાજુના ગામોના ખેડૂતો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા તેમજ આવેદનપત્ર આપવામાં આવ્યુ ંહતું.

જેમાં આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ગ્રામસેવકો તેમજ ખેતી અધિકારીઓ દ્વારા સર્વે કરી તમામ પંચનામાં જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યા છે. જેના કારણે બાયડ તાલુકાના ખેડૂતોને નુકસાન થયું નથી તેવું દર્શાવવામાં આવતા ખેડૂતોને આ સહાય ન મળે તો મોટું નુકસાન વેઠવું પડે તેમ છે. સરકાર દ્વારા તમામ ગામોમાં રિસર્વે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.