app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

લમ્પીથી પરેશાન પશુપાલકો હવે આયુર્વેદના સહારે

Updated: Aug 18th, 2022


- મલૂપુરની ધરણીધર ગૌશાળામાં વડીલો અને યુવાનો દ્વારા કુલ 5 વખત મળીને 7૦૦૦ આર્યુર્વેદિક લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા

થરાદ, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવાર

લમ્પી વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે આ લમ્પી વાયરસની મહામારી ખૂબ જ ગંભીર છે. આ બાબતે શરુઆતથી જ ગંભીરતા લઈ થરાદ તાલુકાના સમગ્ર મલુપૂરના ગ્રામજનોએ આ ગંભીર મહામારી સામે ગૌમાતાને રક્ષણ મળે અને રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે મલૂપુરની ધરણીધર ગૌશાળામાં વડીલો અને યુવાનો દ્વારા કુલ 5 વખત મળીને 7૦૦૦ આર્યુર્વેદિક લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા જેમાં ગૌશાળાની ગાયો, માલિકીની ગાયો તેમજ રખડતી નિરાધાર ગાયોને પણ સમયાંતરે આ આર્યુર્વેદિક લાડવા ખવડાવવામાં આવી રહ્યા છે.


ગ્રામજનો  દ્વારા 1૦૦ લિટરથી વધુ આર્યુર્વેદિક ઉકાળો બનાવી ગૌમાતાને પીવડાવવામાં આવ્યો હતો. તથા ગાય માતા પર મચ્છર બેસે નહિ તે માટે 20 લિટરથી વધુ આર્યુર્વેદિક સ્પ્રે બનાવી છંટકાવ કરવામાં આવે છે અને હાલમાં પણ આ કામગીરી મલુપુર ગામના વડીલો અને યુવાનો દ્વારા કરવામાં આવી રહી છે. સમગ્ર ગામ આ ગંભીર મહામારી સામે એકજૂથ થઈ ગૌમાતાઓની સેવા કરી રહ્યું છે.


Gujarat