ખેડબ્રહ્મા-ખેરોજ સ્ટેટ હાઇવેની બાજુમાં નીકો ન બનાવાતા વરસાદી પાણી રોડ પર ફર્યા
- ત્રણ વર્ષ પહેલા કરોડાના ખર્ચે નવો બનાવાયો હતો
- ડુંગરોમાંથી આવતું પાણી સતત રોડ પર વહેતા નુકસાન થાય છે અને વાહનચાલકોને ભારે હાલાકી
ખેડબ્રહ્મા, તા. 17 જૂન, 2020,
બુધવાર
ખેડબ્રહ્મા ખેરોજ સ્ટેટ
હાઇવે રોડ કરોડોના ખર્ચે ત્રણ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી
ડુંગરોના પાણી રોડ ઉપર ન આવે તે માટે નીકો બનાવવામાં ન આવતા ચોમાસાના સમયમાં રોડ
ઉપર પાણી વહેવાથી વાહનચાલકો હેરાન થાય છે. ખેડબ્રહ્માથી ખેરોજ સ્ટેટ હાઇવે રોડ
પહોળો અને ચાર માર્ગીય ત્રણ વર્ષ અગાઉ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ રોડ
બનાવ્યો ત્યારે વચ્ચે આવતા બાવળકાંઠીયા ગામ નજીક રોડની બંને બાજુ ડુગંરો આવેલા છે.
આ ડુંગરો ઉપર ચોમાસાનો સારો વરસાદ પડી જાય તે પછી સતત પાણી ડુંગરો ઉપરથી નીચે રોડ
ઉપર આવે છે. આ પાણીને રોકવા માટે કરોડોના ખર્ચે અદ્યતન રોડ બનાવ્યો ખરો પરંતુ પાણી
રોડ ઉપર આવતું રોકવા નીકો ના બનાવી તેનું કારણ શું હોઇ શકે ? આ રોડ બાજુમાં પથ્થરોના ઢગલા પડયા છે. તે
પણ હટાવાયા નથી. આ રોડ બંને બાજુ આવેલા ડુંગરોમાંથી ચોમાસા દરમિયાન સતત પાણી વહે
છે. અને જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે છેક રોડ ઉપર પાણી આવી જાય છે. નીકો ન બનવાના
કારણે રોડ ઉપર પાણી આવવાથી કરોડોના ખર્ચે બનેલ આ ડામર રોડને પણ નુકસાન થાય છે.
વાહન ચાલકો જણાવી રહ્યા છે કે સરકારે કરોડોના ખર્ચે રોડ તો બનાવ્યા પણ ડુંગર ઉપરથી
પાણી આવતુ રોકવા નીકો બનાવવાનું કોન્ટ્રાકટર ભુલી ગયા કે શું કે પછી અધિકારીઓ ભુલી
ગયા તેવું ચર્ચાઇ રહ્યું છે.