ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું મંદિર આજથી 31મી સુધી દર્શન માટે બંધ
- પક્ષેન્દ્ર અને કોટેશ્વર મહાદેવ મંદિર બંધ
- પરંપરાગત રીતે મંદિરમાં પૂજા- અર્ચના આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે
ખેડબ્રહ્મા, તા. 21 માર્ચ, 2020,
શનિવાર
પ્રસિદ્ધ યાત્રાધામ
ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં કોરોના વાયરસના કારણે અંબિકા મંદિર ટ્રસ્ટ
દ્વારા તા. 22-3-2020થી તા. 31-3-2020 સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું છે.
ખેડબ્રહ્મા અંબિકા
માતાજી મંદિર ઇતિહાસમાં સૌ પ્રથમવાર કોરોના વાઇરસને કારણે સરકારની ગાઇડલાઇન્સ અને
એડવાઇઝ અનુસાર તા. 22-3-2020થી 31-3-2020 સુધી
યાત્રિકોના દર્શન માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે. તેમજ આજે ૧૨ વાગ્યા પછી
મંદિર બંધ કરવામાં આવ્યું હતું મંદિરની શાસ્ત્રોક્ત પૂજા-અર્ચના, પ્રક્ષાલવિધિ, શણગાર આરતી, રાજભોગ,
થાળ, હોમ, હવન જેવી
ધાર્મિક વિધિવિધાન મુજબ ચાલુ રહેશે તેમજ અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત
પક્ષેન્દ્ર મહાદેવ તેમજ કોટેશ્વર મહાદેવ મંદિર પણ યાત્રિકોના દર્શન માટે બંધ
કરવામાં આવ્યા છે.