ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર દર્શન માટે 12મી સુધી બંધ
- દોઢ માસથી મંદિર બંધ
- માતાજીની પુજા-વિધિ કરવામાં આવશે : કોરોનાને લઈ નિર્ણય
ખેડબ્રહ્મા, તા. 5
પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા માતાજી મંદિરમાં કોરોનાનં
સંક્રમણ વધે નહીં તે માટે અંબિકા મંદિર છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી બંધ છે
અને તા. ૧૨-૬-૨૦૨૧ સુધી ફરીથી બંધ રાખવામાં આવ્યું છે. નિત્યક્રમ મુજબ માતાજીની
સેવા પુજા માત્ર પુજારીઓ દ્વારા કરવામાં આવશે.
ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર છેલ્લા દોઢ મહિનાથી
દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે
માટે મંદિર તા. ૧૨-૬-૨૦૨૧ સુધી બંધ રાખવામાં આવ્યું છે તેમ મંદિરના મેનેજર
ઘનશ્યામસિંહ રહેવર એ જણાવ્યું હતું. કોરોના મહામારીના વધતા સંક્રમણને લઈને
યાત્રિકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પુજારીઓ દ્વારા
નિયમ મુજબ આરતી, પુજા હાલમાં બંધ બારણે કરવામાં આવી રહી છે.