પોશીના શહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા 50 લોકો દંડાયા
- કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર દોડતું થયું
- બપોરે બે વાગ્યા બાદ દુકાનો બંધ તથા બજારો સૂમસામ : પોલીસે દસ હજારનો દંડ વસૂલ્યા
ખેડબ્રહ્મા, તા. 14 જુલાઈ, 2020,
મંગળવાર
પોશીના ખાતે વેપારીઓ
દ્વારા બપોરે ૨ વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાનું નક્કી કરાયું છે. ૧૦ દિવસ સુધી
દુકાનો ૨ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનું નિર્ણય લેવામાં આવતાં ૨ વાગ્યા પછી બજાર
સુમસામ થઈ જાય છે. પોલીસ પણ પેટ્રોલીંગ કરી ૫૦ જેટલા માસ્ક ન પહેર્યાં હોય તેવા
લોકોને પકડીને ૧૦,૦૦૦ રૃા.
દંડ વસુલ કર્યો હતો.
કોરોના વાયરસની
મહામારીના લીધે પોશીના ખાતે પણ વેપારીઓ દ્વારા ત્રણ દિવસથી બપોરે ૨ વાગ્યા સુધી
તમામ દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. અને તે પછી બંધ કરી દેવામાં આવે છે. ૧૦ દિવસ
સુધી વેપારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨ વાગ્યા પછી બજાર સુમસામ થઈ જાય
છે. પોશીના પી.એસ.આઈ. આર.જે. ચૌહાણે બે દિવસમાં ૫૦ જેટલા વ્યક્તિઓ માસ્ક પહેર્યા
વગર બજારમાં ફરતી હતી. તેમની પાસેથી ૧૦,૦૦૦ રૂ. જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેઓ દ્વારા બજાર વિસ્તારમાં
હાઈવે ઉપર રોજેરોજ પેટ્રોલીંગ કરી માસ્ક ફરજિયાત પહેરવાની લોકોને સલાહ આપી રહ્યા
છે. તેમની કડક કાર્યવાહીથી હવે ગામડામાંથી આવતા લોકો પણ માસ્ક પહેરીને પોશીના
બજારમાં ખરીદી માટે આવે છે.