Gujarat

ચેક રિટર્ન કેસમાં ફરિયાદીને જ આરોપી બનાવવા આદેશ કરાયો

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
ચેક રિટર્ન કેસમાં ફરિયાદીને જ આરોપી બનાવવા આદેશ કરાયો

ઇડર, તા. 14

ઇડરની કોર્ટે ચેક રિટર્નના એક કેસમાં ચુકાદો આપી ખુદ ફરિયાદી સામે જ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતાં ચેક બાબતની ખોટી ફરિયાદ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ઇડરની કોર્ટમાં સુંદરપુર ગામના શૈલેષગીરી ગોસ્વામીએ ભાણપુર ગામના કૃપાલ ભરતભાઈ પટેલ સામે ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદીને કૃપાલ સાથે ઓળખાણ થતાં ત્રણ માસ માટે બેંકનો ચેક લઇ હાથ ઉઠીના નાણા આપ્યા હતા. આ નાણા સમયસર પરત ન મળતાં ફરિયાદીએ કૃપાલના બેંક ખાતામાં ચેક ભર્યો હતો. જે ચેક બાઉન્સ થતાં કોર્ટમાં ફરિયાદ કરી છે.

ચેક રિટર્નનો આ કેસ બોર્ડ પર આવતાં આરોપી કૃપાલના વકીલ ડી.ડી. દેસાઈએ ફરિયાદીની ઉલટ તપાસ કરી હતી. આ ઉલટ તપાસમાં જે હકિકત સામે આવી તે સાંભળી ન્યાયાધીશ પણ ચોંકી ઉઠયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ફરિયાદી શૈલેષ ગોસ્વામીએ આરોપી કૃપાલ સાથે કોઇ નાણાકીય લેવડ-દેવડ કરી જ નથી. આરોપીની જેની સાથે લેવડ-દેવડ છે તે કોઇ બીજો વ્યક્તિ છે અને તે વ્યક્તિને આપેલા ચેક ફરિયાદીએ પોતાના ામે ભરી આ ફરિયાદ દાખલ કરી છે.

ત્યારબાદ આરોપીના વકીલ ડી.ડી. દેસાઈએ અન્ય દલિલો કરી દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, જેને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ જે.પી. પ્રજાપતિએ આરોપી કૃપાલ ભરતભાઈ પટેલને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો, સાથે જ ખોટી રીતે ફરિયાદ કરવા બદલ ફરિયાદી સામે જ ફરિયાદ કરવા રજીસ્ટ્રારને હુકમ કર્યો હતો.