સાબરકાંઠા જિલ્લામાં કોરોના વકર્યો વધુ ચાર કેસ નોંધાયા
- પ્રાંતિજ શહેર, બોરીયા બેચરાજી ગામના ખેડૂતને કોરોના
- તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાશે : સર્વેની કામગીરી હાથ ધરી
અમદાવાદ,તલોદ,તા.1 જુલાઈ,
2020, બુધવાર
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાએ
ભરડો લેવાનું યથાવત રાખ્યું ત્યારે મંગળવારે મોડી રાત્રે તથા બુધવારે મળી વધુ ચાર કેસ
પ્રકાશમાં આવ્યા છે જેથી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો ૧૫૯ પર પહોંચી ગયો છે
દરમ્યાન અગાઉ કોરોના ઝપેટમાં આવેલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તે પૈકી મોટાભાગના
દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. જેથી બુધવાર સુધીમાં ૧૧૫
દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે મંગળવારે મોડી
રાત્રે પ્રાંતિજના ૭૮ વર્ષિય પુરૂષ તથા ૭૧ વર્ષિય મહિલાનો કોરોનાા રીપોર્ટ પોઝેટીવ
આવતાની સાથેજ આ બંને દર્દીઓને સારવાર માટે હિંમતનગર હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા હતા.અને
વહીવટીતંત્ર ધ્વારા કોરોના પોઝેટીવના દર્દીઓના નિવાસસ્થાન સહિત આસપાસના વિસ્તારમાં
સાવચેતીના પગલા અમલી બનાવી દેવામાં આવ્યા હતા.
તો બીજી તરફ બુધવારે
તલોદ તથા પ્રાંતિજ તાલુકામાં મળી બે કેસ નોધાયા હોવાનું આરોગ્ય વિભાગના
સુત્રોમાંથી જાણવા મળ્યું છે. સુત્રોના જણાવાયા મુજબ પ્રાંતિજના શહેર વિસ્તારમાં
રહેતા ૪૬ વર્ષિય મહિલા તથા આજે તલોદ
તાલુકાના બોરીયા-બેચરાજી ગામ ખાતે ૩૫ વર્ષની વયના ખેડૂતનો કોરોનાનો રિપોર્ટ
પોઝીટીવ આવ્યો હતો. તાલુકામાં કોરોનાના દર્દીનો આંક ૧૮ ઉપર પહોંચ્યો છે.
બોરીયા-બેચરાજી ગામના વિષ્ણુસિંહ વજેસિંહ ઝાલા (ઉ.વ.આ. ૩૫)નો કોરોનાનો રિપોર્ટ
પોઝિટિવ આવતાં જ હરકતમાં આવેલું દોડતું થઇ ગયું હતું. ગામની મુલાકાતે તાબડતોબ તલોદ મામલતદાર અગરસિંહ
ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી હર્ષદભાઇ પટેલ તથા
આરોગ્યની ટીમ અને પોલીસની ટીમ પહોંચી ગઇ હતી. જ્યાં કેટલાક વિસ્તારને
કન્ટેઇન્મેન્ટ જાહેર કરીને સલામતી અંગેના પગલાં ભર્યા હતા.