Get The App

ઇડર તાલુકામાં સરપંચની 55 પૈકી 16 બેઠકો અનામત

- ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ

- 55 સરપંચ માટે 196 અને 199 વોર્ડ સભ્ય માટે 493 ઉમેદવારો મેદાનમાં

Updated: Dec 17th, 2021

GS TEAM


Google News
Google News
ઇડર તાલુકામાં સરપંચની 55 પૈકી 16 બેઠકો અનામત 1 - image

ઇડર, તા. 16

ઇડર તાલુકાની ૫૬ ગ્રામ પંચાયતો માટે આગામી તા. ૧૯ના રોજ મતદાન પ્ક્રિયા હાથ ધરાનાર છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. ૫૬ પૈકી જવાનપુરા પંચાયતમાં માત્ર સરપંચની બેઠક સમરસ જાહેર થઇ હોવાથી આગામી તા. ૨૧ના રોજ મત ગણતરી બાદ ૫૫ સરપંચ અને ૧૯૯ વોર્ડ સભ્યો ચૂંટાયેલા જાહેર કરાશે. સરપંચ માટે એસ.સી.એસ.ટી. તથા બક્ષીપંચ મળી ૧૬ બેઠકો અનામત છે.

તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોચી ગયો છે. ૫૬ ગ્રમ પંચાયતો માટે સરપંચના ૧૯૬ ઉમેદવારો વચ્ચે જ્યારે ૧૯૯ વોર્ડ માટે ૪૯૩ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. સરપંચ માટે ૩ સ્ત્રી સહિત ૧૬ બેઠકો એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. માટે અનામત જાહેર કરાઈ છે. જ્યારે વોર્ડમાં ૪૭ સ્ત્રી સહિત ૭૪ બેઠકો અનામત કેટેગરીની છે.ચૂંટણી હેઠળના ગામોના ૨ મળી ૧,૦૬૧૯૮ મતદારો મતાધિકાર થકી ગામનું સંચાલક મંડળ ચૂંટી કાઢશે. જેમાં ૫૪૩૪૩ પુરુષ અને ૫૧૮૫૫ સ્ત્રી મતદાર હશે. તંત્ર દ્વારા ચૂંટણી લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. બેલેટની કામગીરી પૂર્ણ કર્યા બાદ ગુરૃવારે ઉમેદવારો તથા તેમના મતદાન એજન્ટોના ઓળખપત્રો ઇસ્યુ કરી દેવાયા છે. સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ મતદાન મથકો પર તંત્રની બાજ નજર રહેશે. તંત્ર કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાના મૂડમાં નથી.

Tags :