શામળાજી અને મોડાસામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો
- અસહ્વા ગરમી અને ઉકળાટથી આશિક રાહત
- અડધો કલાક ધોધમાર વરસાદ આવતા રોડ પર પાણી ભરાયા
મોડાસા,તા.5 જુલાઈ, 2020, રવિવાર
અરવલ્લી જિલ્લાના
શામળાજી પંથકમાં રવિવારના રોજ ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી
સાંજે પંથકમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો.
વરસાદ થતાં વાતાવરણમાં
ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી આ ઉપરાંત મોડાસાના કેટલાંક વિસ્તારોમાં ભારે
પવન સાથે પણ મોડી સાંજે વરસાદી ઝાપટાં પડયા હતા. આજે ગુરૃપૂર્ણિમા હોવાથી ભક્તો
ગુરૃજીના દર્શન માટે જિલ્લાભરમાંથી આવેલા દેવસ્થાનોએ ઉમટી પડયા હતા.ત્યારે શામળાજી
ખાતે આવેલા યાત્રાધામમાં પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. આખો દિવસ અસહ્ય
બાફ અને ઉકળાટ બાદ શામળાજી પંથકમાં સાંજના સુમારે વાતવારણ માં પલટો આવ્યો હતો.અને
પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. અડધો કલાકમાં મૂશળધાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી ફળી
વળ્યા હતા. ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આ પંથકમાં વરસાદ થતાં
ખેતી પાકને જીવતદાન મળ્યું હતું.