Gujarat

જનરલ બિપિન રાવતે સરડોઈના મેજર સુબેદારને શાબાશી આપી હતી

By GS Team
10 Dec 20212 mins read
This article was originally published on 10 Dec 2021
જનરલ બિપિન રાવતે સરડોઈના મેજર સુબેદારને શાબાશી આપી હતી

હિંમતનગર,તા.9

દુશ્મન દેશ પાકિસ્તાનમાં સજકલ સ્ટ્રાઈકને અંજામ આપનાર હીરો જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે.હવે માત્ર તેમની શૌર્ય ગાથાઓ અને સંસ્મરણો અમર રહ્યા છે.જેમાં  સૈન્યમાં ગુજરાતી જવાનોને જોતાં ગૌરવ સાથે તેમની દેશ પ્રત્યેની નિાને બિરદાવતા એક પ્રસંગમાં દિલ્હીની આર્મી હોસ્પિટલમાં જનરલ મુલાકાતે આવ્યા જે સમયે મોડાસા તાલુકાના સરડોઈના પેરા કમાન્ડો અને પોતાની ધગશથી સૈન્યમાં મેજર સુબેદારના પદ સુધી પહોંચેલા નટવર ભાઈ અળખા ભાઈ પરમારને મળી ખૂબ પ્રભાવિત થઈ હાથ મિલાવ્યા હતા  સરડોઈના મેજર સુબેદારની ૩૨ વર્ષની સેવાના વખાણ કર્યા હતા.

 ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના અકાળે નિધનથી  દેશભરમાં શોક સાથે તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. સૈન્યની મહત્વની ત્રણ પાંખના વડાએ અનેક મહત્વના ઓપરેશન પાર પાડી     દેશને ગૌરવ અપાવ્યું છે પણ ગત રોજની હવાઈ દુર્ઘટનામાં તેમનું નિધન થયા બાદ તેમની સાથે મહત્વની ક્ષણો વિતાવનાર સાથે જવાનો એ મોટો આંચકો અનુભવ્યો છે.મોડાસાના સરડોઈના અને સૈન્યમાંથી બે વર્ષ અગાઉ નિવૃત્ત થયેલા મેજર સુબેદાર નટવર ભાઈ પરમાર આજે તેમને યાદ કરી ભાવુક બની ગયા હતા.તેઓએ કહ્યુ હતુ કે આમતો સેનામાં ગુજરાતી યુવાનો ભરતી થાય પછી કપરી ટ્રેનીંગ અથવા તો સરહદે ફરજ બજાવતા ભાગી જતાં હોય છે પણ જનરલ બિપિન રાવત જ્યાં પણ એક ગુજરાતી જવાનને ફરજમાં જોતાં તો પ્રોત્સાહન સાથે શાબાશી આપ્યા વગર રહેતા ન હતા આ એક તેમની ખૂબી હતી.સર્જીકલ સ્ટ્રાઈકના હીરો બિપિન રાવત સાચા અર્થમાં જવાનોને કોઈપણ મુશ્કેલીમાં સહાય માટે તત્પર રહેતા હતા.