Get The App

ઇડરના સાબલવાડના યુવક સાથે 50 હજારની ઠગાઈ

- મોબાઈલ ધારક સામે ફરિયાદ

- લોન માટે વોટ્સએપથી યુવકના દસ્તાવેજ મેળવી છેતરપિંડી આચરી

Updated: Mar 12th, 2021

GS TEAM

Google News
Google News
ઇડરના સાબલવાડના યુવક સાથે 50 હજારની ઠગાઈ 1 - image

ઇડર,તા. 11

ઇડરના સાબલવાડ ગામના યુવકને નામે બજાજ ફાયનાન્સમાંથી લોન મેળવી રૂપિયા-૫૦ હજારની ઠગાઈ આચરનાર સખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે કિશન ભટ્ટ નામના મોબાઈલ ધારક સામે છેતરપીંડી તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાબલવાડ ગામમાં રહેતા હિતષ પરમાર નામના યુવકે ગત ૫ ડિસેમ્બરના રોજ અખબારમાં લોન માટેની જાહેરાત વાંચી નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો. જેમાં સામેવાળા વ્યક્તિએ પોતાની ઓળખ કિશન ભટ્ટ તરીકેની આપી લોન બાબતની ચર્ચા કરી યુવકનો વિશ્વાસ કેળવી લીધો હતો. બાદમાં યુવક પાસેથી વોટ્સએપના માધ્યમથી લોન માટેના ડોક્યુમેન્ટ મેળવી લઈ ત્યારબાદ મોબાઈલમાં આવેલ ઓટીપી નંબર પણ મેળવી યુવકના નામે બજાજ ફાયનાન્સમાંથી રૂપિયા ૪૯૯૭૦ની લોન મેળવી લીધી હતી.

જેમાં કિશનભટ્ટે ગલ્લાં-તલ્લાં કર્યા બાદ લોનનો એક હપ્તો ભર્યો હતો. પરંતુ ત્યારબાદ લોનનો એકપણ હપ્તો નહીં ભરતાં, આખરે કંટાળેલા યુવકે હિંમતનગર સાયબર સેલનો સંપર્ક કરી અરજી આપી હતી અને આ અરજીબાદ ઇડર પોલીસે મોબાઈલ નંબર આધારે કિશનભટ્ટ નામધારી સખ્શ સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Tags :