સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા
- પ્રાંતિજ શહેરમાં કુલ 13 કેસ નોંધાયા
- પ્રાંતિજ શહેરમાં ત્રણ કેસ અને તલોદના હરસોલમાં એક કેસ નોંધાયા તંત્ર દ્વારા કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવા તજવીજ હાથ ધરી
પ્રાંતિજ,તા.28, જૂન, 2020,
રવિવાર
સાબરકાંઠામાં દિન પ્રતિદિન
કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે રવિવાર સાબરકાંઠા જિલ્લામાં આજે ચાર પોઝિટિવ કેસો નોંધાયા
છે જેમાં પ્રાંતિજ શહેરમાં ત્રણ પુરૃષો અને તલોદ તાલુકાના હરસોલ ગામમાં એક પુરૂષને
કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા ૧૭૪ થઈ છે.
પ્રાંતિજ શહેરના
શાન્તિનાથ સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષિય સુરેશભાઈ ઉમેદભાઈ મિસ્ત્રી,સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષિય
હસમુખભાઈ કેશવલાલ રાઠોડ તેમજ વ્હોરવાડ વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષિય અબજલહુસેન
અબ્દુલ રહેમાન દાણાવાલાને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પ્રાંતિજ શહેરમાં નવા ત્રણ કેસ સહિત કુલ ૧૩
કોરોનાના કેસો નોંધાયા છે જયારે પ્રાંતિજ તાલુકામાં કોરોનાના કેસોની સંખ્યા ૩૬ પર
પહોંચી છે.જયારે રવિવારે તલોદ તાલુકાના હરસોલ ગામના ૬૦ વર્ષિય વિનોદભાઈ કેશવલાલ
સોલંકીને કોરોના પોઝિટિવ આવતાં જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. જિલ્લામાં ચાર સહિત કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૧૭૪ પર પહોંચી છે. જયારે
જિલ્લામાં અત્યાર સુધી ૧૧૩ સાજા થઈ જતાં તેમને રજા આપી દેવાઈ છે.
પ્રાંતિજ તાલુકા આરોગ્ય
અધિકારી આર.કે.યાદવે તેમણે જણાવ્યું કે આજે શાંતિનાથ સોસાયટી, સ્વામીનારાયણ સોસાયટી અને વ્હોરવાડના
કેટલાક વિસ્તારને કન્ટેઈનમેનટ જાહેર કરી તેમને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે
અને કોરોનાના દર્દીઓને હિંમતનગરની મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં
આવ્યા છે.