વિજયનગર,તા 1
વિજયનગરની ગિરિમાળાઓમાં સ્વયંભુ વિરેશ્વરના અતિ પુરાણા શિવમંદિરે કોરોના મહામારીના બે વર્ષ બાદ આજે પહેલીવાર મહાશિવરાત્રીએ લોક મેળો યોજાતા આ મહામેળે સ્થાનિકો,આદિવાસી ભાઈ-બહેનો
તેમજ દૂર દૂરના અને જિલ્લાના ભવિકો ઉમટી પડયો હતો. વિજયનગર પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
હતો.
આજે મહાશિવરાત્રીએ વિજયનગર તાલુકામાં સવારથી જ શિવભક્તો પોતાના
નજીકના શિવાલયોમાં જઈને શિવજીની પૂજા-અર્ચના કરી,દૂધ-જળ અને બીલીપત્રો
ચડાવીને ધન્યતા અનુભવી હતી. આજે શિવભક્તોએ હળવાશથી મંદિરોમાં
મોટી સંખ્યામાં જઈને શિવજીની આરાધના કરી હતી.
કેટલાયે શિવભક્તો દ્વારા લગુરુદ્રની વિશેષ પૂજા અને રાત્રીના
ભજનકીર્તન, આખ્યાન,સત્સંગના કાર્યક્રમોનું
પણ આયોજન કર્યું હતું.
૭૫૬ વર્ષ પુરાણા વિરેશ્વર મહાદેવ મંદિરનો મોટો મહીમા હોઈ અને
અહીં જ્યારે બે વર્ષ પછી આજે મહાશિવરાત્રીએ મેળો યોજાયો હોવાથી મોટી સંખ્યામાં લોકો
ઉમટી પજ્યા હતા.


