ભિલોડાના મુનાઈ પંથકના જંગલોમાં દીપડો દેખાતાં લોકોમાં ભય
- સ્થાનિકોની પાંજરૂ મૂકવાની માંગણી
- સુનસર ગામ નજીક ખેતરમાં મારણ દિપડાએ વાછરડાનું મારણ કર્યુ હતું
મોડાસા,તા.29 જુલાઈ, 2020, બુધવાર
અરવલ્લી જિલ્લાના ભિલોડા
તાલુકાના મુનાઈ પંથકના જંગલમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ગત રાત્રે એક ખેડૂતના ખેતરમાં મારણ કરેલું વાછરડું મળી આવ્યું હતું.આ પંથકના
જંગલોમાં દીપડો છુપાયો હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને દિપડાના પકડવાની
માંગણી ઉઠી છે. ભિલોડાના મુનાઈ ગામના
સુનસર પાસેના એક ખેડૂતના ખેતરમાં ગત રાત્રીએ દીપડો આવ્યો હોવાના પુરાવા પ્રાપ્ત
થયા છે.સુનસર પાસે ના ખેતરમાં એક મારણ કરેલ વાછરડું મળી આવ્યું હતું.આસપાસના
વિસ્તારોમાં દીપડાના પગલા ના નિશાન જોવા મળ્યા હતા.જેનાથી લોકોમાં ભયનો માહોલ પેદા
થયો છે.સ્થાનિક ખેડૂતોએ વન વિભાગને આ બાબતની જાણ કરી છે.વન વિભાગે પંચનામુ કરી
ખેડૂતને ઝડપી સહાય મળે એ માટે તાજવીજ હાથ ધરી છે.
આ પંથકના જંગલોમાં દીપડો
છુપાવ્યો હોવાના ડર થી ગ્રામજનો અને ખેડૂતોએ વન વિભાગને પાંજરૂ મૂકવાની માંગ કરી
છે.આમ મુનાઈ પંથકના જંગલોમાં દીપડો દેખાતાં ભયનો માહોલ છવાયો છે.