Get The App

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ : વડાલીના દર્દીનું મોત

- જિલ્લામાં અત્યાર સુધીમાં 218 કેસ નોંધાયા

- હિંમતનગર, પ્રાંતિજ તાલુકામાં નવા કેસ નોંધાતા કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કર્યા : જિલ્લામાં 7 દર્દીઓને રજા અપાઇ

Updated: Jul 10th, 2020

GS TEAM

Google News
Google News
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ : વડાલીના દર્દીનું મોત 1 - image

અમદાવાદ, તા.9 જુલાઈ, 2020, ગુરૂવાર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝેટીવના ૭ થી વધુ કેસ નોધાઈ રહ્યા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ આઠ કેસનો ઉમેરો થયો છે  અને કોરોના પોઝેટીવ કેસનો આંકડો ૨૧૮ પર પહોચી ગયો છે. જયારે વડાલીમાં એક દર્દીને સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા. જયાં આજે વડાલીના દર્દીનું મોત નિપજ્યુ હતું. જોકે ગુરૂવારે કોવિડ હોસ્પિટલોમાંથી સાત દર્દીઓને રજા આપી દેવામાં આવી છે તેમ છતા ગુરૂવારે જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા ૬૧ રહી છે.

વડાલીના રફીક સુલેમાન મનસુરીને હિંમતનગર સારવાર માટે લઇ જવાયા હતા. જયા કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.જોકેસારવાર દરમિયાન રફીક મનસુરીનું મોત નિપજયુ હતું. બાદમાં હિંમતનગરથી વડાલી લાવવામા આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં જે નવા આઠ કેસ નોધાયા છે તેમાં પ્રાંતિજના વ્હોરવાડમાં રહેતા ૬૭ વર્ષિય મહિલા તથા પોગલુ ગામના ૬૭ વર્ષિય પુરૂષ કોરોના પોઝેટીવના ભોગ બનતા તેમને સારવાર માટે મોકલી દેવાયા છે. તેજ પ્રમાણે હિંમતનગરના ગીરધરનગર વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષિય પુરૂષ, હિંમતનગર તાલુકાના જોરાપુર ગામના ૭૦ વર્ષિય મહિલા કોરોનામાં સપડાયા છે. ઉપરાંત પીપોદર ગામના ૫૦ વર્ષિય પુરૂષ કોરોનામાં સપડાતા ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. તેજ પ્રમાણે હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામની સીમમાં આવેલ રાજબસેરા સોસાયટીના ૬૧ વર્ષિય પુરૂષ અને ૬૦ વર્ષિય મહિલા પણ કોરોનાનો ભોગ બનતા સોસાયટીના કેટલાક મકાનોને કોરોન્ટાઈન ઝોનમાં મુકી દેવાયા છે. સાથોસાથ રંગમહોલ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષિય મહિલા કોરોનાનો ભોગ બનતા તેમના પરીવારમાં ભયની લાગણી ઉભી થઈ છે જોકે અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયેલ ૭ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ગુરૂવારે તેમને રજા આપી દેવામાં આવી છે.

જેમાં હિંમતનગર તાલુકાના ૨, પ્રાંતિજ શહેરના ૪ અને સોનાસણ ગામના ૧ મળી અન્ય એક ગામના દર્દીને પણ રજા આપી દેવામાં આવી છે. ગુરૂવારે જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસનો કુલ આંકડો ૨૧૮ પર પહોચી ગયો છે ત્યારે જિલ્લાની પ્રજાએ હજુ વધુ સાવચેતી અને કોરોનાથી બચવા માટે ખાસ તકેદારી રાખવી જોઈએ.

Tags :