પેપર લીંક મુદ્દે ઉંછા ગામેના ફાર્મ હાઉસના સીસીટીવી કેમેરાનું ડિવિઆર કબજે લેવાયું
- પેપર લીંક આક્ષેપો મુદ્દે સોમવારે મોડી રાતથી નિવેદન લેવાયા
- એલસીબી અને સ્થાનિક પોલીસનો તપાસનો ધમધમાટ : ફાર્મ હાઉસના માલિકનું નિવેદન લેવાયું : ફાર્મ હાઉસમાં મોડી રાત્રે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા
હિંમતનગર, પ્રાંતિજ,તા.
14
સાબરકાંઠાના પ્રાંતિજ
તાલુકાના ઉંછા ખાતે આવેલા ફાર્મ હાઉસ ઉપરથી ગૌણસેવા પસંદગીના પેપર લીક મામલે
જિલ્લા એસઓજી તથા સ્થાનિક પોલિસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ગત રાત્રિના ઉંછા
ગામના ફોર્મ હાઉસ ઉપર તપાસ હાથ ધરવામા આવી હતી પોલીસે ફાર્મ હાઉસ માલિકોની પુછપરછ
કરી અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર તપાસ માટે લઇ જવાયું છે.
ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા રવિવારના રોજ હેડ ક્લાર્કની
પરીક્ષા લેવાઇ હતી જે પરીક્ષાનું પેપર લીક અંગે ગાંધીનગર ખાતે યુવરાજ સિંહ જાડેજા
દ્રારા સચિવને આક્ષેપોની સાથે પેપર સોલ્વ કરાયાના હોવાના પુરાવા સાથે રજુ કરતા ફરી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલી લેખિત પરીક્ષા ચર્ચાસ્પદ બની છે.
પેપર લીક મામલે પુરાવા સાથે આક્ષેપો કર્યા હતા જેમા
પ્રાંતિજ તાલુકાના ઉંછા ખાતે આવેલા એક ફાર્મ હાઉસથી ૭૨ જેટલા લોકો સુધી પેપર લીકની
જાહેરાતથી ખળભળાટ મચી ગયો હતો સોમવારની રાત્રીના સમયે સ્થાનિક પોલિસ તથા જિલ્લા
એસઓજી દ્રારા ઉંછા ગામના પ્રવેશ દ્વારે આવેલા ફાર્મ હાઉસમાં તપાસ હાથ ધરવામા આવી
હતી.
પોલીસ દ્વારા ફોર્મ હાઉસ માલિક ર્ડા. નિતિન ભાઇ પટેલ અને
તેમના નાના ભાઇ રાજુ ભાઇ પટેલની પણ પુછપરછ કરી હતી. પુછપરછ બાદ આજુબાજુમા આવેલા
ફોર્મ હાઉસમા પણ તપાસ કરવામા આવી હતી. સીસીટીવી કેમેરાથી સજ્જ ફોર્મ હાઉસનું
ડીવીઆર પણ ચેક કરવામા આવ્યુ હતું સ્થાનિક
પોલિસ દ્રારા વધુ તપાસ અર્થે ડીવીઆર સાથે લઈ ગઈ હતી તો સાબરકાંઠા જિલ્લામાંથી પેપર
લીક થતાં ૬ લાખ થી ૧૨ લાખ સુધીમાં વેચાયું હોવાના પણ આક્ષેપ થયો હતો
ફાર્મ હાઉસમાં
૧૬ ઉમેદવારોની હાજરીમાં પુસ્તકમાંથી તેને
સોલ્વ કરી આપી દેવાયું
પ્રાંતિજ તાલુકાના
ઉંછા નજીકના એક ફાર્મહાઉસમાં પેપર લીક કરવામાં આવ્યું હતું. ૧૬ જેટલા ઉમેદવારોની
હાજરીમાં પુસ્તકમાંથી તેને સોલ્વ કરી આપી દેવામાં આવ્યું જે પેટે ૧૦ થી ૧ર લાખ રૂપિયા
પેપર સોલ્વ માટે લેવાયાના આક્ષેપ થયા છે. જ્યારે તેના પુરાવા સોશિયલ મીડીયા અને
હાર્ડકોપીના સ્વરુપમાં ફરતા થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા
એલ.સી.બી. દ્વારા પેપર લીક પ્રકરણમાં તાબડતોબ તપાસ શરૂ કરવામાં આવી છે. ગૌણ
સેવા પસંદગીની હેડકલાર્કની પરીક્ષાના ૧
દિવસ પૂર્વે ઉંછા ખાતેના ફાર્મહાઉસમાં હિંમતનગર, સુરેન્દ્રનગર,
કચ્છ અને ભાવનગર સુધીના તાર જોડાયેલા હોવાની વિગતો ચર્ચામાં છે
પરંતુ આ મુદ્દે પોલીસ દ્વારા કયા ઉમેદવારોએ પૈસા આપી ફાર્મહાઉસમાં પેપર સોલ્વ
કર્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
પેપર લીક મામલે જિલ્લા પોલીસ વડા શું કહે છે ?
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડકલાર્કની લેખીત
પરીક્ષાનું પ્રશ્નપત્ર સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઉંછામાંથી લીક થવાના મામલે
સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા નિરજકુમાર બડગુજરે એક ટેલીફોનિક વાતચીત દરમ્યાન
જણાવ્યુ હતુ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડકલાર્કની લેખીત પરીક્ષાનુ
પેપર લીક થવાના મામલે હજુ સુધી કોઈ ફરીયાદ દાખલ થઈ નથી. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા
પ્રાથમિક તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ક્રાઈમ
બ્રાંચની ટીમો દ્વારા ફાર્મ હાઉસ સહિત વિવિધ વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેજ
તપાસવાનું શરૂ કર્યુ હતુ પરંતુ હજી સુધી કોઈ નક્કર પુરાવાઓ મળ્યા નથી.