યાત્રાધામ શામળાજીમા ગુરૃ પૂર્ણિમાએ દર્થન માટે ભકતો ઉમટયા
- થર્મલ સ્ક્રીનીંગ કરી મંદિરમાં પ્રવેશ અપાયો
- મંદિરના ગેટ સુધી ભકતોની લાઇન લાગતા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું : તમામ ભક્તોને માસ્ક સાથે પ્રવેશ અપાયો
મોડાસા,તા. 5 જુલાઈ, 2020, રવિવાર
આજે ગુરૃ પૂર્ણિમાએ ભક્તો અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલા
સુપ્રસિ ધ્ધ યાત્રાધામ ખાતે વહેલી સવારથી જ ઉમટયા હતા.મંદિર ટ્રસ્ટ તરફથી દરેક
ભક્તોને થર્મલ સ્ક્રીનીંગ કરી સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો
હતો. ભક્તોએ ગુરૃ પૂર્ણિમા દિવસે કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્ય બન્યા હતા.જોકે મંદિરના
ગેટ સુધી શ્રધ્ધાળુઓની લાંબી લાઇનો લાગી હતી અને કોરાનાની મહામારીમાં સોશિયલ
ડિસ્ટન્સ જળવાયુ ન હતું.
આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરૃ પૂર્ણિમા આજના દિવસે દરેક ભક્તો
સદગુરૃના ચારણોમાં શિષ નમાવી અને આર્શીવાદ લેતા હોય છે.ત્યારે યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ ગુરૃ પૂર્ણિમા
પર્વ ઉજવાયું હતું.વહેલી સવારથી ભક્તો શામળાજી મંદિરે દર્શન માટે ઉમટી પડયા
હતા.જોકે કોરોના મહામારીના કારણે કયાંક ને કયાંક ભક્તોની દર પૂર્ણિમા કરતાં પાંખી
હાજરી જોવા મળી હતી.
મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઈ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા દર્શને
આવનાર તમામ ભક્તોને મંદિરમાં માસ્ક સાથે પ્રવેશ અપાયો હતો.દરેકને સેનેટાઈઝ કરીને થર્મલ સ્ક્રીનીંગ
કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓ દ્વારા
ભક્તોને દર્શનમાં કોઈ તકલીફ ન પડે તેમ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે ગુરૃ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળીયાનો
અભિષેક કરી સોળ ઉપચાર વડે પૂજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ પણ ભગવાન શામળીયા ને
પોતાના ગુરૃ માની સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામે સર્વેનું રક્ષણ કરે અને તમામ
ભક્તો ની ઉત્તરોઉત્તર પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.આમ આજે ગુરૃ
પૂર્ણિમાની ઉજવણી કરી ભક્તોએ કાળીયા ઠાકોરના દર્શન કર્યા હતા.