ખેડબ્રહ્મા, તા. 1
આજે મહાશિવરાત્રી નિમિત્તે ખેડબ્રહ્મા ત્રણ નદીઓના ત્રીવેમી
સંગમના કિનારે કાશી વિશ્વનાથ મહાદેવ, ભૃગુઋષી મહાદેવ મંદિર, પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરે ભક્તો ઉમટી પડયા હતા પક્ષેન્દ્ર મહાદેવ
મંદિરે લઘુરુદ્ર યજ્ઞા રાખવામાં આવ્યો હતો. ચાંપલપુર વસાહતમાં ઓમકારેશ્વર મહાદેવ
મંદિરે ધ્વજા સ્તંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો તેમજ મહાઆરતી પમ રાખવામાં આવી
હતી.જેનો ભક્તોએ લાભ લીધો હતો.
છેલ્લા બે વર્ષ બાદ ખેડબ્રહ્મા ખાતે આજે મહાશિવરાત્રી
નિમિત્તે શિવમંદિરોમાં સવારે ૫ વાગ્યાથી જ શિવભક્તો મહાદેવને રીઝવવા ઉમટી પડયા
હતા. ખેડબ્રહ્મા હરણાવ નદીના ત્રીવેણી સંગમ કે જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે.
ત્યાં કિનારે આવેલ કાશીવિશ્વનાથ મહાદેવ, ભૃગુઋષી મહાદેવ મંદિરે તેમજ પક્ષેન્દ્રનાથ
મહાદેવ મંદિરે લઘુરુદ્ર યજ્ઞા રાખવામાં આવ્યો હતો. જેમાં ૨૫ જોડાઓએ યજ્ઞાનો લાભ
લીધો હતો. કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે પણ યજ્ઞા રાખવામાં આવ્યો હતો. તેમજ ભક્તોએ
મહાદેવને દુધ ચંદન બીલીપત્ર ચડાવી પુજાઅર્ચના કરી હતી.
તમામ મંદિરોમાં આજે ચાર પ્રહર ની પુજા કરવામાં આવી હતી. વરતોલ
ચામુંડા માતાજી મંદિરે આવેલ ભીમાશંકર મહાદેવ મંદિરે તેમજ મટોડાના મોટનેશ્વર મહાદેવ
મંદિરે ભક્તો ઉમટી પડયા હતા. અને મહા મૃત્યુંજય ના જપ રાખવામાં આવ્યા હતા.ચાંપલપુર
વસાહતમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તો ઉમટી પડયા હતા. આ મહાપર્વ પ્રસંગે ખુબ
જ મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન માટે ઉમટી પડયા હતા. તમામ શિવમંદિરોમાં આજે મોટી
સંખ્યામાં ભક્તોએ પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.


