Get The App

ઓછો વરસાદ અને પાકમાં રોગચાળો આવતા શિંગોડાના ઉત્પાદનમાં ઘટાડો

- ઓછી આવકથી માંગમાં વધારો થતા ભાવ વધ્યા

- પ્રાંતિજના દેશી શિંગોડાની માંગ ગુજરાતના શહેરો અને મુંબઇ, દુબઈ, અમેરિકા સહિત વિદેશમા થાય છે

Updated: Dec 1st, 2021

GS TEAM

Google News
Google News
ઓછો વરસાદ અને પાકમાં રોગચાળો આવતા શિંગોડાના ઉત્પાદનમાં ઘટાડો 1 - image

પ્રાંતિજ તા.30

 પ્રાંતિજના દેશી શિંગોડાની ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ  સહિતના મોટા શહેરો સહિત મુંબઇ, દુબઈ , અમેરિકામાં પણ  રહે છે.

પ્રાંતિજ ખાતે રહેતા ભોઇ સમાજના લોકો મુખ્ય વ્યવસાય શિંગોડાની ખેતીને લઈને  ઓળખાય છે. આ દેશી શિંગોડાની માંગ ગુજરાતમાં આવેલા મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત તથા મહારાષ્ટ્રના મુંબઇથી લઈને દુબઈ , અમેરિકા જેવા દેશો સહિત વિદેશમાં પણ ખુબજ માંગ છે તો આઠ મહિનાની માવજત બાદ ચાર મહિના પાક લેવાય છે જેમા મુખ્યત્વે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર સુધી પાક લેવામા આવે છે.

 શિંગોડા નો પાક મુખ્યત્વે શિયાળાની સિઝનમાં જ થાય છે તો શિંગોડા ચાર પ્રકારના હોય છે જેમા દેશી શિંગોડા, કાંટાવાળા શિંગોડા, જબલપુરી શિંગોડા અને પોપટીયા શિંગોડા તો દેશી શિંગોડાની ખુબજ માંગ હોય છે અને ખાવામા પણ કાચા ખાઓ તો પણ મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે તો શિંગોડા કાચા, બાફેલા, સેકેલા  સુકા પણ ખાવામંા આવે છે તો દેશી શિંગોડાની ખેતી મુખ્યત્વે પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા, વડનગર, વિસનગર અને મોડાસામાં થાય છે પણ પ્રાંતિજના બોખમાં તૈયાર થયેલ શિંગોડાની માંગ ખુબજ હોય છે પણ આ વર્ષે ઓછો વરસાદ અને શિંગોડા ના પાકમાં રોગ આવતા ઓછો પાક અને ઓછો ઉતારો રહેતા પાક ઓછો છે તો આવર્ષે દેશી શિંગોડાનો બજાર ભાવ ૭૦૦ થી ૮૦૦ રૃપિયા વચ્ચે રહેલ છે તો બજારમાં છુટકમંા ૧૦૦ થી ૧૨૦ સુધીમાં વેચાય છે તો ગર્ભવતી મહિલાઓ માટે શિંગોડા ખાવા ફાયદા કારક હોય છે તો આરોગ્ય માટે પણ શિંગોડા ખાવા હિતાવત છે અને શિંગોડા ફરાળી જ નથી પણ તે ગુણદાયક છે અને તેના ફાયદા અનેક છ. શિંગોડાની ખેતીમાં યુરિયા-ડીએપી ખાતર નાખવામા આવતુ નથી માત્ર જીવાત પડે કે રોગ આવેતો રખાય સાથે પાવડર કે જીવાત ની દવાનો છટાવ કરવામાં આવે છે.

શિંગોડાની ખેતી સાથે સંકળાયેલ રણછોડભાઈનુ શુ કહેવુ છે

શિંગોડા એ શિયાળામાં થતુ ફળ છે અને આની ખેતી પાણીમાં થાય છે અને આ ફળ આરોગ્યલક્ષી છે જેમા ચાર પ્રકારના શિંગોડા હોય છે દેશી શિંગોડા , કાંટાવાળા શિંગોડા , જબલપુરી શિંગોડા અને પોપટીયા શિંગોડા જેમાં દેશી શિંગોડા ની માંગ ખુબજ હોય છે અને તે ખાવામાં કાચા કે બાફેલા ખાઓ તો પણ મીઠા હોય છે તો શિંગોડા કાચા અને બાફેલા ખાવામાં આવે છે તો બજારમાં વેચાતા છુટક મા બાફેલા શિંગોડી ની અંદર હિરાકસી નાખવામા આવે છે જેથી તેનો કલર એકદમ કાળો થઈ જાય છે

ઓછી આવકથી માંગમાં વધારો ઃ ખેડૂત 

આ વર્ષે ઓછો વરસાદ થતા પાણીની સમસ્યો ને લઈ ને પ્રાંતિજ બોખમાં શિંગોડાની ખેતી ઓછી થઈ છે અને અધુરામાં પુરુ આ વર્ષે ખેતીમાં રોગ આવતા શિંગોડાની ખેતી ઉપર અસર પડી છે જેથી બજારમાં શિંગોડાની માંગ સામે શિંગોડાનો માલ નથી અને હોલસેલ બજારમાં ૭૦૦ થી ૮૦૦ સુધી વેચાય છે અને બજારમાં છુટક ૧૦૦ થી ૧૨૦ સુધીમાં વેચાય છે.