હિંમતનગરની પાર્થ સોસાયટીના મતદારોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય
- 800થી વધુ લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત
- સોસાયટીને પાલિકામાં સમવવાની માંગણી છેલ્લા બે વર્ષથી અધ્ધરતાલ : તંત્રને રજૂઆતો કરી છતાં કોઇ સાંભળતું જ નથી
અમદાવાદ, તા. 25
હિંમતનગર પાસેના નવા
ગ્રામ પંચાયતની હદમાં આવેલ પાર્થ સોસાયટીના રહીશોના વિકાસ માટે તંત્રને કસી પડી
નથી જે અંગે છેલ્લા બે વર્ષથી અનેક રજુઆતો કરીને સોસાયટી વાસીહો થાકી ગયા છે
ત્યારે ગુરૂવારે સોસાયટીના તમામ પરીવારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર
કરવાનો નિર્ણય કરી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને મત નહી આપવાનો નિર્ધાર કરતા
બંને પક્ષના ઉમેદવારો અને તંત્રમાં હડકંપ મચીજવા પામી છે.
પાર્થ સોસાયટીના રહીશોના
જણાવાયા મુજબ છેલ્લા બે વર્ષથી પાર્થ સોસાયટીમાં નવા ગ્રામ પંચાયત ધ્વારા સ્ટ્રીટ
લાઈટ સિવાય અન્ય કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી. પાણી અને રસ્તાની સુવિધા પણ રહીશોએ
સ્વખર્ચે કરી છે. અને રોજેરોજ સફાઈ કામ પણ સફાઈ કામદારો પાસે કરાવવુ પડે છે. આ સોસાયટીમાં ખાસ કરીને વાહન ચાલકોને
કેટલાક લોકોના મતભેદને કારણે રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. જે અંગે વર્ષ ૨૦૧૮
થી આજ દિન સુધી વિવિધ સ્થળે રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તેનો કોઈ સુખદ ઉકેલ
આવ્યો નથી અધિકારીઓ પણ આવ્યો નથી.
નોંધનીય છે કે પાર્થ
સોસાયટી સહિત અન્ય સોસાયટીઓનો જવાનો અને આવવાનો રસ્તો રેલ્વે અંડરબ્રિઝ નીચેથી
હોવા છતાં રસ્તા પર આડશો મુકીને પાયાની સગવડો બંધ કરી દેવાઈ છે. તેનો જો ચૂંટણી
પહેલા નિવેડો નહી આવે તો પાર્થ સોસાયટી સહિત અન્ય સોસાયટીના રહીશોએ ચૂંટણીનો
બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. અને બેનરો લગાવીને ભાજપ અને કોંગ્રેસના
ઉમેદવારોને મત નહી આપી પોતાનો વિરોધ જ્યા સુધી સમસ્યાનો નિવેડો ન આવે ત્યા સુધી
અડીખમ રહેવાનું નક્કી કર્યુ છે. જેથી હવે જોવાનુ એ રહે છે કે મત લેવા આવતા
ઉમેદવારો અને તેમના ટેકેદારો સોસાયટી વાસીઓની મદદે ક્યારે આવે છે તેતો સમય બતાવશે.
સાથોસાથ નવા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ચૂંટણી બહિષ્કારના નિર્ણયથી કેવી
કાર્યવાહી કરશે તે તો એક બે દિવસમાં ખબર પડી જશે.