Gujarat
પ્રાંતિજ તાલુકામાં વરસાદી ઝાપટાંથી કોબીજ અને ફલાવરને નુકસાન
By GS Team
2 Dec 20211 min read
This article was originally published on 2 Dec 2021

પ્રાંતિજ,તા.1
પ્રાંતિજ તાલુકામાં
ભરશિયાળે અષાઢી માહોલ છવાયો છે. વરસાદના કારણે ફલાવર, કપાસ,
કોબીજના પાકને નુકસાન થવાની દહેશત વ્યાપી છે. જેને લઇ ખેડૂતોમાં
નારાજગી જોવા મળી છે.
મોસમ વિભાગની ત્રણ દિવસીય આગાહી વચ્ચે જિલ્લા સહિત
તાલુકામાં વહેલી સવારથીજ ઝરમરિયો કમોસમી વરસાદ પડતા શાકભાજી પકવતા ખેડુતોમાં
નારાજગી જેવો મળી છે ખેતરામાં તૈયાર થયેલા કપાસ, ફલાવર-કોબીજના
પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે
સેવ કોબીજના પાકો ઉપર વરસાદી પાણી પડતા અસર જોવા મળશે ત્યારે
હાલતો ભર શિયાળે કમોસમી વરસાદ પડતા ખેડુતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે. બીજીતરફ કમોસમી વરસાદ બાદ ઠંડી અને વાતાવરણ વાદળછાયુ
બનતા હજુ પણ વાદળને લઈને ફલાવરના પાક ઉપર પણ
અસર થશે તો વરસાદ ને લઈ અને દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ અને ઠંડા પવનને લઈને હજુ
ઠંડી વધશે.




