પ્રાંતિજ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે દશામાની મૂર્તિઓ ખરીદવા ભીડ
- તંત્ર સૂચના આપે પણ અમલ કરાવે તે પણ જરૂરી
- બજારમાં સોશિયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડયા : કેટલાંક લોકોએ માસ્ક ન પહેરતા સંક્રમણ વધવાની દહેશત
પ્રાંતિજ,તા.19 જુલાઈ, 2020,
રવિવાર
શ્રાવણ મહિનાની શરૂઆતને આડે
ગણતરીના દિવસો બાકી છે અને દશામાનો તહેવારની શરૂઆત થવાની પૂર્વે પ્રાંતિજ નગરમાં તાલુકાના
ગામડાની બહેનો પ્રાંતિજ શહેરમાં દશામાની મૂર્તિઓ અને તેમના પૂજનની સમગ્રી ખરીદવા માટે
રવિવારે પ્રાંતિજના બજારોમાં મોટી સંખ્યામાં ઉમટી હતી જયાં વેપારીઓ માસ્ક પહેર્યા વિના
જ મૂર્તિઓનું વેચાણ કરે છે અને એક જ દૂકાન પર એક કરતા વધારે બહેનો ઉભી રહેતાં સાશિયલ
ડીસ્ટન્સના ધજાગરા ઉડયા હતા.
પ્રાંતિજ શહેર અને તાલુકામાં
કોરોનાના કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધારો થતો જાય છે અને એક તરફ
પોલીસ અને સરકારી અધિકારીઓ સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે પ્રયત્નો કરતા હોય છે ત્યારે
પ્રાંતિજ શહેર અને તાલુકામાં દશામાના તહેવારને લઈને પ્રાંતિજ તાલુકાની આસપાસના ગામડાની
બહેનો દશામાની મૂર્તિ અને જરૂરી સામાન ખરીદવા માટે પ્રાંતિજ શહેરમાં મોડી સંખ્યામાં
આવી હતી અને શહેરની દરેક દુકાન અને લારી પર લોકો માસ્ક બાંધ્યા વિના જ વેપાર કરતા જોવા
મળ્યા હતા જયારે શહેરમાં બહેનો પણ એકમેકને અડીને ખરીદી કરતી જોવા મળી હતી તેથી સોશિયલ
ડીસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. જો કે પ્રતિમાસ દશામાના તહેવારને લઈને પ્રાંતિજ બજારમાં
મૂર્તિઓ તેમજ પુજનની સામગ્રી ખરીદવા માટે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડતી હોય છે પોલીસ
અને વહિવટી તંત્ર આ જાણતું હોવા છતાં પણ બજારમાં ભીડ એકત્ર ન થાય તે માટેની કોઈ દરકાર
લીધી ન હતી અને પોલીસ પણ જાણે મૂક પ્રેક્ષક બની રહી હતીઅને તેમણે પણ સોસ્યલ ડીસ્ટન્સ
જાળવવા માટે કોઈ સૂચના કે વ્યવસ્થા ન હતી તેથી આગામી સમયમાં પ્રાંતિજ તાલુકાનું સંક્રમણ
ફેલાય તેવી આશંકા સેવાઈ રહી છે અને રવિવાર
હોવાથી પોલીસ ,વહીવટી તંત્ર તેમજ આરોગ્ય
તંત્ર અને પાલિકાના અધિકારીઓ જે સોસ્યલ ડીસ્ટન્સની વાતો કરે છે પરંતુ રવિવારના રોજ
પ્રાંતિજ બજારની સાચી પરિસ્થિતિ જૂએ તો આવનારા સમયમાં કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી
પરિસ્થિતિ પેદા થઈ છે.