તલોદ, 25 જુલાઈ, 2020, શનિવાર
તલોદ બજારમાં આવેલા
અંબાજી માતાજીના મંદિર નજીક આવેલી ભરચક વસતી ધરાવતી માણેકલાલ શેઠની પોળમાં રહેતા
પપ વર્ષની મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોળના સંખ્યાબંધ પરિવારો અને
બજારના કેટલાક લારીઓવાળા, વેપારી
સહિતનાઓ હરકતમાં આવી ગયા છે. તલોદ બજારની સૌથી જૂની અને જાણીતી પોળ માણેકલાલ શેઠની
પોળમાં રેખાબહેન દિનેશભાઈ ઠાકોર (ઉ.વ. આ. પપ) પરિવાર સાથે રહે છે. જેઓ તલોદ બજારની
મધ્યમાં જૈન ઉપાશ્રય આગળ કેટલાક દિવસોથી કટલરીની લારી ચલાવી રહ્યા છે.
જ્યાં તેઓ દરરોજ સવારથી
આખો દિવસ બેસતા હતા. રેખાબહેનની તાવ અને પથરીની દાકતરી સારવાર દરમ્યાન કરવામાં
આવેલા કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેમને ૧૦૮ દ્વારા હિંમતનગર ખાતે
દાકતરી સારવાર માટે કોવિડ સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા હતા. અહીં રેખાબહેનના
સંપર્કમાં આવેલ કુલ ૪૩ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરવાની અને પોળના માત્ર ૮
મકાનોને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો છે. ૧૪ દિવસ સુધી આરોગ્યની સર્વેલન્સ અને
મોનીટરીંગ કરશે. નગર પાલિકા દ્વારા અહીં સેનેટાઈઝ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી
હતી.


