Get The App

ઉત્તર ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ : વધુ 66 કેસ : બેનાં મોત

- અનલોક 1 અને 2માં વ્યાપક છુટછાટ બાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ રોકેટ ગતિએ વધ્યું

- હિંમતનગર તથા પ્રાંતિજ તાલુકામાં ચાર-ચાર અને ઈડરમાં એક કેસ, મેઘરજ તાલુકામાં ૨, મોડાસા અને બાયડ તાલુકામાં એક-એક કેસ

Updated: Jul 5th, 2020

GS TEAM

Google News
Google News
ઉત્તર ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ : વધુ 66 કેસ : બેનાં મોત 1 - image

મહેસાણા,મોડાસા, પ્રંતિજ,તા.4 જુલાઈ, 2020, શનિવાર

આફટર લોકડાઉનમાં સોશ્યિલ ડિસ્ટન્સનો અભાવ અને કોવિડ-૧૯ની માર્ગદક્ષિકાનુ પાલન ન થતુ હોવાને કારણે ઉત્તર ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રોજે રોજ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી આ પંથકમાં ૮૮૦ પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. ૬૦ જેટલા વ્યક્તિઓના ભોગ લેવાયો છે.  શનિવારે એક દિવસમાં બનાસકાંઠામાં ૩૨, પાટણમાં ૮ અને મહેસાણા જિલ્લામાં ૧૩, સાબરકાંઠમાં ૯ અને અરવલ્લીમાં ચાર મળી કુલ ૬૬ કોરોના પોઝિટીવ કેસો સામે આવ્યા છે. જ્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર અને બનાસકાંઠાના ડીસામાં એક એક પોઝિટીવ દર્દીના મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

 છેલ્લા ૨૪ કલાકમાં હિંમતનગરમાં જે ચાર કેસ નોધાયા છે તેમાં મયુરવિલા રેરીડેન્સીમાં રહેતા ૬૩ વર્ષિય પુરૃષ, ગ્રીનવુડ સોસાયટીમાં ૭૨ વર્ષિય મહિલા, હરીઓમ સોસાયટીમાં ૨૯ વર્ષિય યુવક અને યશ્વી બંગ્લોઝમાં રહેતા ૪૮ વર્ષિય પુરૂષ કોરોના પોઝેટીવનો શિકાર બન્યા છે. પ્રાંતિજ શહેરના બે કેસ અને  સોનાસણ અને તખતગઢ સહિત તાલુકામાં ૪ પોઝીટિવ કેસો નોંધાયા હતા

તેજ પ્રમાણે  ઈડરની શ્રીનગર સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષિય યુવક પણ કોરોનાનો ભોગ બન્યો છે.  જોકે જિલ્લામાં અત્યાર સુધી ૧૨૩ ને રજા અપાઈ છે જ્યારે ૪૭ કેસ એક્ટીવ છે. અરવલ્લીમાં જિલ્લાના મોડાસા શહેરમાં સાબલીયા એસ્ટેટમાં રહેતા ૭૦ વર્ષિય પુરૂષ,બાયડ તાલુકાના મેઘપુરાકંપાની ૪૫ વર્ષિય મહિલા,મેઘરજ તાલુકાના ભુતિયા ગામની ૨૧ વર્ષિય યુવતી અને મેઘરજમાં રહેતા ૫૪ વર્ષિય પુરૂષ નો રીપોર્ટ શનિવાર ના રોજ પોઝીટીવ આવતાં કોવિડ હોસ્પિટલ મોડાસા અને વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.આમ વધુ ૪ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો આંક ૨૪૬ એ પહોંચ્યો છે. મહેસાણા જિલ્લામાં  વિજાપુર તાલુકાના મોટીપુરા ગામમાં કોરોના ગ્રસ્ત દર્દી રાજેન્દ્રકુમાર પટેલ (ઉ.વ.૫૩)નું સારવાર દરમીયાન મોત નીપજ્યું છે.જ્યારે એક જ દિવસમાં વધુ ૧૩ પોઝિટીવ દર્દીઓ સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં શનિવારે ૩૨ કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુરના શહેરના ૨૦, ડીસામાં ૬, વડગામમાં ૨, દાંતા અને વાવમાં એક એક અને રાજેસ્થાનના ૨ દર્દીઓનો સમાવેશ થાય છે. જિલ્લાનું કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૮૪ થઇ છે. જેમાં સૌથી વધુ ૧૧૨ કેસ માત્ર પાલનપુર શહેરના અને બીજા નંબરે ૮૩ કેસ સાથે ડીસા રહેલ છે. નોંધપાત્ર છે કે સમગ્ર જિલ્લામાં સુઇગામ કોરોના મુક્ત તાલુકો રહ્યો છે. પાટણ જિલ્લામાં ૭ પુરૂષ અને ૧ મહિલા સહિત ૮ પોઝિટીવ કેસો સામે આવ્યા છે.  

Tags :