જુના ડીસા ગામે જમીન પચાવી પાડવા મામલે ચાર શખસો સામે ફરિયાદ
- ખેતી લાયક જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો
ડીસા તા.28
ડીસા નજીક આવેલા જુનાડીસા ગામે વડીલોપારજીત જમીન ઉપર દબાણ
કરી પચાવી પાડતા આ મામલે જમીન માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
જુનાડીસાના વતની અને હાલ ડીસા ખાતે રહેતા વઘાભાઈ ઉર્ફે
હરિલાલ અમથુજી નાઈની વડીલો પારજીત જમીન જેનો જૂનો સર્વે નંબર ૯૫૬/૨ અને નવો સર્વે
નંબર ૧૪૬૨ જે ૧.૩૯.૭૭ હે.ચો.મી તેમના કુટુંબની સહિયારી છે. જોકે આ જમીન તેઓ ખેતી
માટે અવાર નવાર આપતા હતા. તે દરમિયાન આ જમીન સોભાજી રામાજી સોલકી, વિરચંદજી સેધાજી
સોલંકી, સોભાજી
સેધાજી સોલંકી અને બળવતજી સેધાજી સોલંકી તમામ રહે.ધરપડા વાળાએ જમીન ઉપર ગેરકાયદેસર
કબજો રાખી ખેતી કરતા હોઇ આ બાબતે વાઘાભાઈ ઉર્ફે હરિભાઈ નાઈ દ્વારા કબજો ખાલી કરવા
માટે અવાર નવાર કહેતા પણ આ ઈસમોએ જમીનનો કબજો ખાલી ના કરતા આ મામલે વાઘાભાઈ ઉર્ફે
હરિભાઈ નાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે સોભાજી રામાજી સોલકી, વિરચંદજી સેધાજી
સોલંકી, સોભાજી
સેધાજી સોલંકી અને બળવતજી સેધાજી સોલંકી તમામ રહે.ધરપડાવાળા વિરુદ્ધ ફરિયાદ
નોંધાવી હતી.