પ્રાંતિજના બાલીસણા પીએચસને કેન્દ્ર સરકાર દ્વારા સર્ટિફીકેટ અપાયું
- કેન્દ્ર સરકારના અધિકારીઓએ તાજેતરમાં મુલાકાત કરી હતી
- નેશનલ કવોલિટી સર્ટિફિકેશન પબ્લીક હેલ્થ ફેસીલીટી ઈન ગુજરાતનું સર્ટિફેકટ આપવામાં આવ્યું
પ્રાંતિજ,તા.16 જુલાઈ, 2020,
ગુરૂવાર
ભારત સરકારના
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફર તરફથી ભારતના તમામ રાજયોમાં આવેલા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થતી કામગીરીનું ભારત સરકારના અધિકારીઓ દ્વારા વિવિધ
રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે અને મૂલ્યાંકનને આધારે કવોલિડી સર્ટીફીકેશન આપવામાં
આવે છે. આ વર્ષે પ્રાંતિજના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ કવોલિટી
સર્ટિફિકેશન પબ્લીક હેલ્થ ફેસીલીટી ઈન ગુજરાત આપવામાં આવ્યુ છે.
ભારત સરકારના
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફર તરફથી ભારતના તમામ રાજયોમાં આવેલી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થતી કામગીરીનું મૂલ્યાંકન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ
ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફર તરફથી કરવામાં આવે છે તાજેતરમાં ભારત સરકારના બે
અધિકારીઓની ટીમે ૧૭-૧૮ ફેબ્રુઆરીના રોજ પ્રાંતિજ તાલુકાના બાલીસણા પ્રાથમિક આરોગ્ય
કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી સતત બે દિવસ સુધી બાલીસણા પ્રાથમિક આરોગ્ય
કેન્દ્ર દ્વારા બાલીસણા તેમજ આસપાસના ગામડાઓમાં આરોગ્ય ક્ષેત્રે કેવી કામગીરી થાય
છે તેનું મૂલ્યાંકન આવ્યુ હતું. આ અંગે ભારત સરકારના અધિકારીઓ દ્વારા ગામના
લોકોની પણ પૂછપરછ કરી તેમજ આરોગ્ય ક્ષેત્રના અન્ય પાસાંઓની તપાસણી કરી પ્રાંતિજ
તાલુકાના બાલીસણા આરોગ્ય કેન્દ્રને ૧૦ જુલાઈના રોજ પ્રાંતિજ તાલુકાના બાલીસણા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ કવોલિટી સર્ટિફિકેશન પબ્લીક હેલ્થ ફેસીલીટી ઈન
ગુજરાતથી નવાજવામાં આવતાં જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ પ્રાંતિજ તાલુકાના બાલીસણાના મેડિકલ ઓફિસર
ડૉ.આર.કે.યાદવ તેમજ સમગ્ર આરોગ્ય વિભાગની ટીમને બિરદાવી હતી. આ અંગે બાલીસણાના
મેડિકલ ઓફિસર અને ઈન્ચાર્જ સીએચ.ઓ ડૉ.આર.કે.યાદવે
જણાવ્યું કે ભારત સરકારનાભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી
વેલ્ફર વિભાગના અધિકારીઓ પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામેઆવ્યા હતા મૂલ્યાંકન માટે
આવ્યા હતા અને તેમણે પ્રાંતિજના બાલીસણા
ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલ્કાત લઈ વિવિધ ડોકયુમેન્ટની ચકાસણી કર્યા બાદ
સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે.