હિંમતનગર શહેરમાં 77 અને ગ્રામ્ય વિસ્તારમાં 6 ફટાકડાના સ્ટોલની મંજુરી
- ડ્રો કરીને સ્ટોલની ફાળવણી કરાઇ
- શહેર અને તાલુકાના 83 અરજદારોએ ફટાકડાના વિતરણ માટે પરવાનાની માંગણ
હિંમતનગર તા. 22
આગામી માસમાં દિવાળી પર્વને લક્ષમાં રાખી તંત્ર દ્વારા ફટાકડાના
વેચાણ માટે હંગામી ધોરણે ફટાકડા વેચાણ માટે પરવાના આપવાની કામગીરી હાથ ધરવામાં આવી
છે.
ત્યારે હિંમતનગર નગર પાલિકા વિસ્તારના ૭૭ અને ગ્રામ્ય વિસ્તારના
૬ અરજદારોએ ફટાકડાના વેચાણ માટે પરવાનાની માંગણી કરતા તંંત્ર દ્વારા કુલ ૮૩ અરજદારોને
હંગામી ધોરણે ફટાકડા વેચવા માટેની પરવાનગી આપવામાં આવી છે. ગુરૃવારે હિંમતનગર નગરપાલિકા
દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ફટાકડાના સ્ટોલ માટે અરજદારોની ઉપસ્થિતિમાં ડ્રો
કરી સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે.
હિંમતનગર શહેરમાંથી કુલ ૭૭ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૬ અરજદારોએ
ફટાકડા વેચાણ માટેના પરવાનાની માંગણી કરવામાં આવતા રૃા. ૭૦૦ ફી પેટે વસુલી કુલ ૮૩ અરજદારોને
પરવાનાની ફાળવણી કરવામાં આવી છે.
પ્રાંત કચેરી તથા હિંમતનગર
નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા પાસેથી મળતી વિગત મુજબ આગામી દિવાળીના તહેવારોને
લક્ષમાં રાખી હિંમતનગરની ન.પા. દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ છાપરી કેનાલ, કગીચા વિસ્તાર તથા મહેતાપુરા ખાતે ફટાકડા વિતરણના સ્ટોલ ઉભા કરવામાં આવશે. ગુરૃવારે
હિંમતનગર ન.પા. ખાતે ૭૭ અરજદારોની હાજરીમાં ફટાકડાના હંગામી પરવાના માટેનો ડ્રો કરવામાં
આવ્યો હતો. ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લક્ષમાં રાખી પરવાને દાર તથા ફટાકડા ખરીદવા
આવનાર ગ્રાહકોને સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન તથા માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવા પર ભાર મુકાયો
છે. સોમવારથી તમામ નિર્ર્ધારિત જગ્યાઓ ઉપર ફટાકડા સ્ટોલ શરૃ કરાશે જેના માટે વહેપારીઓ
દ્વારા અગાઉ થીજ જથ્થાબંધ ફટાકડા ખરીદી લઈ તેની તૈયારીઓ કરી દેવાઈ છે.