બાયડ શહેરમાં કોરોનાનો વધુ એક કેસ : બજારો બપોર બાદ બંધ રહ્યા
- તંત્ર દ્વારા કન્ટેઇમેન્ટ અને બફર ઝોન જાહેર કરવા તજવીજ હાથ ધરી
- તંત્ર દ્વારા કન્ટેઇમેન્ટ અને બફર ઝોન જાહેર કરવા તજવીજ હાથ ધરી
બાયડ,તા, 21 જુલાઈ, 2020,
મંગળવાર
અરવલ્લી જિલ્લામાં
કોરોનાપોઝીટીવ કેસોનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં એક પોઝીટીવ કેસ બાયડના
વલ્લભનગર સોસાયટીમાં ૭૭ વર્ષના પુરૂષને
કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે.
જોકે બાયડ અને સાઠંબની
બજારો બપોરના ૨ વાગ્યા બાદ બંધ રાખવામાં આવી હતી.
શહેરના વલ્લીભનગરના વૃધ્ને તા.૧૭-૭-૨૦૨૦ ના રોજ ખાનગી હોસ્પિટલમાં તબીબ ને
બતાવ્યું હતું. તેમને શરદી અને તાવ ની તકલીફ બતાવી હતી. ત્યાં ના તબીબે શંકાસ્પદ
કોવીડ-૧૯ ના લક્ષણો લાગતા તા.૧૮-૭ ૨૦૨૦ ના રોજ વાત્રક ખાતે સી.ટી.સ્કેન તથા બ્લડ
રીપોર્ટ કરાવ્યા હતા. જેમાં કોવીડ-૧૯ ના પરીક્ષણ માટે તા.૧૯-૭-૨૦૨૦ ના રોજ સેમ્પલ
લેવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટ તા.૨૧-૭-૨૦૨૦ ના રોજ પોઝીટીવ આવતા તેઓને વાત્રક
હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
વિભાગની ટીમો જે તે વિસ્તારોમાં દોડી ગઈ હતી અને તબીબ પરીક્ષણ હાથ ધરી જે
તે વિસ્તારને સીલ મારવાની કામગીરી હાથ ધરી છે. સતત વધી રહેલા કોરોનાની સંખ્યાના પગલે બાયડમાં
પણ સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે. સવાર ના ૭-૦૦ વાગ્યાથી બપોરના ૨-૦૦ વાગ્યા
બાદ પણ બાયડમાં બજારો ધમધમતા જોવા મળી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્રના
જાહેરનામાનો કડકાઈથી અમલ કરવામાં આવે તે જરૂરી છે નહીતર આવનારા સમયમાં કોરોનાની
સંખ્યામાં વધારો થાય તો નવાઈ નહી કારણ કે સવારથી જ બાયડ શહેરના તમામ જાહેર માર્ગો
પર વાહનોની ધમધમતા જોવા મળી રહ્યા છે. બાયડના કેટલાય શાકભાજી બજારોમાં અનેક જાહેર
માર્ગોના બંને સાઈડના ફુટપાથ ઉપર શાકભાજી અને ફુટની લારી વાળાઓ અડિંગો જમાવી
મેળાવડો જમાવી રહ્યા છે.