બાયડમાં બપોર બાદ વેપાર- ધંધા સ્વયંભૂ બંધ : પાલિકાની અપીલને વ્યાપક પ્રતિસાદ
- કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા અપીલ કરાઈ હતી
- શહેરના તમામ વેપારીઓએ સ્વયંભૂ રીતે દુકાન બંધ રાખી : માત્ર આવશ્યક સેવાઓ જ શરૂ રહી
બાયડ, તા. 15 જુલાઈ, 2020,
બુધવાર
અરવલ્લી જિલ્લા સહિત
બાયડ તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર દ્વારા બપોર સુધી દુકાનો ચાલુ રાખવા
અપીલ કરાઈ રહી છે. બાયડમાં પણ પાલિકા તંત્ર દ્વારા બપોર પછી સ્વયંભૂ દુકાનો બંધ
રાખવા અપીલ કરાયાના પ્રથમ દિવસે વ્યાપક પ્રતિસાદ સાંપડયો હતો અને શહેરમાં તમામ
વેપારીઓ વેપાર- ધંધા સ્વયંભૂ રીતે બંધ રાખ્યા હતા. અરવલ્લી જિલ્લામાં બાયડ સહિત
તાલુકાઓમાં સ્વયંભુ દુકાનો બંધ કરવાની પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોના
વાયરસના સંક્રમણને અટકાવવા માટે ઠેર - દુકાનો બંધ કરવામાં આવી રહી છે.
બાયડ શહેરમાં હાલમાં
ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને નાથવા અપીલો કરવામાં આવી રહી. છે. બાયડ
શહેરના મોટા ભાગના બજારોએ બપોર બાદ સ્વયંભુ બંધ પાળ્યો હતો. બાયડ શહેરમાં પાલીકાની
અપીલ ને બહોળો પ્રતિસાદ સાંપડયો છે. પ્રથમ દિવસ થી બપોર બાદ સ્વયંભુ દુકાનો બંધ
કરી દેવામાં આવી હતી. શહેરના ગાબટ રોડ, બસ સ્ટેશન વિસ્તાર, વાત્રક રોડ, ચોઈલા રોડ, શ્રીજીદાદા કોમ્પલેક્ષ, સહજાનંદ કોમ્પલેક્ષ, શ્રીજી કોમ્પલેક્ષ, વગેરે બજાર સહિત મોટા ભાગના વિસ્તારો બપોર બાદ બંધ જોવા મળ્યા હતા. જયારે
રસ્તાઓ પર રાહદારીઓ અને વાહન ચાલકોની ચહલ પહલમાં ઘટાડો જોવા મળ્યો હતો.