સાબરકાંઠામાં કુદરતનો અદભૂત નજારો, પ્રાંતિજ તાલુકામાં વંટોળ જોવા મળ્યો
પ્રાંતિજ, તા. 1 ઓક્ટોબર 2019, મંગળવાર
બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઇગામ ભાભર સહિત વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદથી સરહદી વિસ્તારમાં લીલા દુષ્કાળની દહેશત સેવાઈ રહી છે. ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કે, સાબરકાંઠામાં વરસાદી માહોલની વચ્ચે કુદરતનો અદભૂત નજારો જોવા મળ્યો છે. પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામમાં પશ્ચિમના દેશોમાં જોવા મળતા ચક્રવાત જોવા મળ્યો હતો.
ચક્રવાતના પગલે કપાસના પાક સહિત ખેતરોમાં મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ ચક્રવાતને મોબાઇલમાં રેકોર્ડ કરી લીધો હતો. હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી થરાદ, વાવ, સુઇગામ શહીત ભાભર પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોની કફોડી હાલત થઈ છે. જેમાં ખાસ કરીને બાજરી, જુવાર, મગફળી, કપાસ જેવા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.