ઈડરના સાબલવાડ પાસેથી પ્રતિબંધિત ચાઈનિઝ દોરીનો જથ્થો ઝડપાયો
- બે સખ્શો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી
- બે સખ્શો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી
ઈડર, તા. 10
ઈડરના સાબલવાડ પાસેથી પોલીસે પ્રતિબંધિત ચાઈના દોરીનું
વેચાણ કરતા બે શખ્સોને ૬૦ ફીરકી સાથે ઝડપી પાડી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી
હતી. આ સાથે જ પોલીસે ૧૨ હજારની દોરી તથા ૨૦ હજારનું બાઈક મળી રૂપિયા ૩૨ હજારનો
મુદ્દામાલ પણ કબ્જે લીધો હતો.
ઈડર પોલીસને બાતમી મળી હતી કે સાબલવાડથી બરવાવ તરફ જતા રોડ
પર બે શખ્સો બાઈક પર બેસી પ્રતિબંધિત ચાઈના દોરીની ફીરકીઓનું વેચાણ કરી રહ્યા છે.
આ બાતમી બાદ પોલીસે સદર જગ્યા પર દરોડો પાડી કાગળના પુંઠાવાળા બોક્સમાં ભરી ચાઈના
દોરીનું વેચાણ કરતા બે શખ્સોને ઝડપી પાડયા હતા.
પોલીસની તપાસમાં બોક્સમાંથી રૂપિયા ૧૨૦૦૦ની કિંમતની ચાઈના
દોરીની ૬૦ ફીરકી મળી આવી હતી. પુછતાછમાં ફીરકીનું વેચાણ કરતા બંને શખ્સોના નામ (૧)
રિધમ શૈલેષ પટેલ તથા (૨) કામરાન અસલમ મનસુરી (બંને રહે. ઓડા, તા.
ઈડર) હોવાનું જણાઈ આવ્યું હતું.
બાદમાં પોલીસે દોરી તથા રૂપિયા ૨૦,૦૦૦ની
બાઈક મળી ૩૨૦૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ, ઝડપાયેલ બંને સખ્શો
સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી.