Get The App

નવલપુર પાસે જીપમાં ગુપ્ત ખાનુ બનાવી દારૃની હેરાફેરી કરનાર શખ્સ ઝડપાયો

- ચુંટણીના ધમધમાટ વચ્ચે દારૃનો જથ્થો ઝડપાયો

- દારૃની બોટલ નંગ-201 કિં.રૂ.51530 તથા જીપ ગાડી કિ. રૂ.1.20 મળી કુલ કિં.રૂ. 1,71,530 નો મુદમાલ જપ્ત કર્યો

Updated: Nov 27th, 2021

GS TEAM


Google News
Google News
નવલપુર પાસે જીપમાં ગુપ્ત ખાનુ બનાવી દારૃની હેરાફેરી કરનાર શખ્સ ઝડપાયો 1 - image

હિંમતનગર તા.26

સાબરકાંઠા એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે હિંમતનગર તાલુકાના નવલપુર પાટીયા હાઈવે રોડ ઉપરથી મહિન્દ્રા જીપમાં ગુપ્ત ખાનુ બનાવી વિદેશી દારૃની હેરાફેરી કરનાર રાજસ્થાનના શખ્સને નાકાબંધી દરમ્યાન રૂ.૧.૭૧ લાખના મુદમાલ સાથે ઝડપી પાડી બાકીના દારૃની હેરાફેરીમાં મદદગારી કરનાર ભાગી છુટેલા બે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

 સાબરકાંઠા એલ.સી.બી. પોલીસ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ગામડાના અંતરીયાળ રસ્તે થઈ નવલપુર ગામ તરફથી એક ક્રિમ કલરની મહિન્દ્રા ડીઆઈ જીપ ગાડીમાં ગુપ્ત ખાનુ બનાવી ઈંગ્લીશ દારૃ ભરી આવે છે જે બાતમીના આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફ નવલપુર પાટીયા હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી ઉભા હતા દરમ્યાન બાતમી મુજબની જીપ ગાડી આવતા ઉભી રખાઈ હતી અને ડ્રાઈવર રામેશ્વર નાથુ તાબીયાડ (રહે. જુવારવા,ભોમટાવાડા, તા. ખેરવાડા, જી. ઉદેપુર- રાજસ્થાન) ને ઝડપી પાડી ગાડીમાનુ ગુપ્ત ખાનુ ખોલાવી જોતા અંદર વિદેશી દારૃની બોટલો ભરેલી હોવાથી ચાલક પાસેની ગાડીમાં ગેરકાયદેસર રીતે દારૃનો મુદમાલ ભરી હેરાફેરી કરતા જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ-૨૦૧ કિં.રૂ. ૫૧,૫૩૦ તથા મહિન્દ્રા ડીઆઈ જીપ ગાડી કિ. રૃ.૧,૨૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૧,૭૧,૫૩૦ના મુદમાલ સાથે આરોપીની અટકાયત કરાઈ હતી અને રાજયમાં દારૃ ગુસાડવાના કાવતરાને નિષ્ફળ બનાવી કાવતરામાં સામેલ અન્ય બે ઈસમો વિરૃધ્ધ ગુનો દાખલ કરી ગ્રામ્ય પોલીસ મથકે ગુન્હો દર્જ કરાવી સાબરકાંઠા એલ.સી.બી. પોલીસે વધુ તપાસ અર્થે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

Tags :