Gujarat

હિંમતનગરના બેરણા ગામે 51 ફુટ ઉંચી જ્યોત પ્રગટાવાઇ

By GS Team
2 Mar 20221 min read
This article was originally published on 2 Mar 2022
હિંમતનગરના બેરણા ગામે 51 ફુટ ઉંચી જ્યોત પ્રગટાવાઇ

ગાંભોઈ,તા.1

હિંમતનગરના બેરણા ગામે આવેલા ૧૦૦૮ શિવલિંગ જડીત શિવની પ્રતિમાં આગળ સમગ્ર દેશની સૌથી મોટી જ્યોત પ્રગટાવવામાં આવે છે આજે શિવરાત્રી નિમિત્તે ૩૦૦ કિલો ઘી સહિત ૨૫ કિલો કપાસની જ્યોત પ્રજલીત કરી મહાદેવ પાસે કોરોના મહામારી દૂર થાય અને યુક્રેન અને રશિયાનુ યુદ્ધ બંધ થાય તેવી પણ પ્રાર્થના કરાઈ છે.

હિંમતનગરના બેરણા ધામમાં  ૧૦૦૮ શિવલિંગ જડીત ૫૧ ફુટ ઉંચી ભગવાન શિવની પ્રતિમાં બનાવવામાં આવેલી છે જે પ્રતિમાં આગળ ૨૫ કિલો કપાસ અને ૩૦૦ કિલો ઘી થી વિશ્વ શાંતિ માટે જ્યોત પ્રગટાવવા મા આવે છે જે સમગ્ર દેશની સૌથી મોટી જ્યોત માનવામાં આવે છે જોકે આ જ્યોત સતત છેલ્લાં ૨૧વર્ષથી સતત  અહી પ્રગટાવવામા આવે છે. વિશ્વશાંતિ માટે આ જ્યોત પ્રગટાવવામાં આવે છે તો વિશ્વભરમાં કોરોનાનો કહેર દુર થાય અને ખાસ કરીને રશિયા અને યુક્રેન દેશો વચ્ચે યુદ્ધ થઈ રહ્યુ છે તે બંધ થાય અને સમગ્ર વિશ્વ ભરમાં શાંતિ જળવાય તે માટે આ જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ વર્ષે પણ હાજર તમામ ભક્ત જનોએ જ્યોત ના દર્શન કરી વિશ્વશાંતિ ની કામના કરી હતી.