સાબરકાંઠામાં કોરોનાના 51 કેસ : બેનાં મોત
- કોરોનાની ત્રીજી લહેરમાં ફરી મોતનો સિલસિલો શરૂ : મૃતકો હિંમતનગરના મહાવીરનગર અને ગઢોડા ગામના રહીશ
- મૃતક એક દર્દીએ રસીના બંને અને એક દર્દીએ એક પણ ડોઝ રસીનો લીાો ન હતો જિલ્લામાં ૨૩૯ એકિટવ કેસ : જિલ્લામાં કુલ મૃત્યુઆંક 156 પર પહોંચ્યો
હિંમતનગર તા. 18
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીરે ધીરે જીવલેણ
સાબિત થઈ રહી હોય તેમ મંગળવારે હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા ૭૩ વર્ષીય અને ગઢોડાના ૭૪ વર્ષીય વૃધ્ધ દર્દીઓના
મૃત્યુ થયા છે. બીજી બાજુ જિલ્લામાં મંગળવારે વધુ ૫૧ વ્યકિતઓ કોરોના સંક્રમીત થતા એકિટવ
કેસોનો આંક ૨૩૯ પર પહોચ્યો છે. બીજી લહેર બાદ ત્રીજી લહેરમાં કોરોના સંક્રમીત બે દર્દીઓના
મોત પછી જિલ્લામાં મૃતકોનો આંક ૧૫૬ પર પહોચ્યો છે.
જયારે મૃતકો પૈકી ૧
દર્દીએ કોરોના રસીના બંન્ને ડોઝ લીધા હતા. જ્યારે અન્ય દર્દીએ કોરોના રસીનો એકપણ
ડોઝ લીધો ન હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લામાં હોટસ્પોટ ગણાતા હિંમતનગર સહિત મંગળવારે વધુ ૫૧
દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ત્રીજી લહેરમાં હિંમતનગરમાં પોઝીટીવ
દદીઓની સંખ્યામાં વધારો થવા સાથે કોરોના મહામારીની ત્રીજી લહેરની અસર હવે ગ્રામ્ય
પંથકમાં પણ દેખાઈ રહી છે. મંગળવારે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં હિંમતનગર સહીત
ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ
અને પ્રાંતિજનો સમાવેશ થાય છે. હિંમતનગરના ગઢોડા વિસ્તારના ૭૪ વર્ષીય વૃધ્ધને
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમજ મહાવીરનગરના ૭૩ વર્ષીય વૃધ્ધને
હિંમતનગરની જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ બન્ને કોરોના સંક્રમીત
દર્દીઓના મંગળવારે મોત થયા હતા.
હિંમતનગરમાં મંગળવારે તાલુકા અને શહેર સહિત ૩૪ વ્યકિતઓના
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જયારે પ્રાંતિજ અને ઈડર પંથકમાં પાંચ પાંચ દર્દીઓના કોરોના
રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તદ્ઉપરાંત તલોદમાં ૩, ખેડબ્રહ્મામાં ૨ અને
પોશીના તેમજ વિજયનગર તાલુકામાં એક એક કેસ મળી જીલ્લામાં કુલ ૫૧ પોઝીટીવ કેસો
નોંધાયા છે.
હિંમતનગરમાં ૧૮ પુરૂષ અને ૧૬ મહિલાઓનો સમાવેશ થાય છે. જયારે
જીલ્લામાં કુલ ૨૩ પુરૂષ અને ૨૮ મહિલાઓ કોરોના સંક્રમીત બન્યા છે. જેથી મંગળવારે
જિલ્લામાં એકિટવ કેસોનો આંક ૨૩૯ પર પહોચ્યો છે. જયારે ત્રીજી લહેરમાં બે વૃધ્ધ
દર્દીઓના મૃત્યુ બાદ મૃતક આંક ૧૫૬ પર પહોચ્યો છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાના સાત પોઝિટિવ કેસ ઃ ૨૬ એકિટવ કેસ
મોડાસા,તા.૧૮
અરવલ્લી જિલ્લામાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસનો આંક
ત્રણ ગણો ઉંચકાયો હોય એમ સોમવારના રોજ નોંધાયેલ બે કેસો સામે મંગળવારે જિલ્લામાં
૭ ે કેસ નોંધાયા હતા. જો કે છેલ્લા ૨૪
કલાકમાં ૨૪ દર્દીઓએ હોમ કવોરન્ટાઈન દરમ્યાન પુન સ્વાસ્થય પ્રાપ્ત કરતાં મોટી રાહત
પ્રસરી હતી. જિલ્લામાં એકટીવ કેસનો આંક ૨૬ નોધાયો હતો. ભિલોડાના કોરોનાગ્રસ્ત
ધારાસભ્યની તબીયત એકાએક લથડતાં અમદાવાદ ખાતે ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે
ખસેડાયા હતા.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૭ દિવસથી કોરોનાગ્રસ્ત દર્દીઓનો
આંક એક આંકમાં નોંધાઈ રહ્યો હોય થોડીક રાહત વર્તાઈ રહી છે. મંગળવારે જિલ્લામાં વધુ ૭ જણા કોરોનાગ્રસ્ત
થતાં જિલ્લામાં છેલ્લા ૧૮ દિવસમાં કોરોના પોજીટીવ ના ૧૧૮ કેસો નોંધાયા છે. જિલ્લામાં
હાલ ૨૬ એકટીવ કેસ નોંધાયેલા છે, ત્યારે કુલ ૧૧૮ પોજીટીવ કેસો સાથે ૭૧
દર્દીઓએ સ્વસ્થ થતાં રાહત અનુભવાઈ રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સવેલન્સ કામગીરી
હાથ ધરાઈ હતી જયારે વહીવટીતંત્ર દ્વારા કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરી અસરગ્રસ્ત
વિસ્તારોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો હતો. છેલ્લા પાંચ દિવસથી કોરોનાગ્રસ્ત
ભિલોડાના ધારાસભ્ય ર્ડા.અનીલ જોશીયારાની તબીયત એકાએક લથડતાં તેઓને ગાંધીનગરના
નિવાસ સ્થાનેથી અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવર હેઠળ ખસેડવાની ફરજ પડી હતી.