Get The App

હિંમતનગર શહેરમાં કોરોનાના નવા 24 સાથે સાબરકાંઠા જિલ્લામાં 35 કેસ

- શહેરના ચાર વ્યકિતઓને હોસ્પિટલમાં દાખલ કરાયા

- ઇડર તાલુકામાં -5, ખેડબ્રહ્મા 2, પ્રાંતિજ 2, તલોદ અને વડાલીમાં એક- એક કેસ : જિલ્લામાં 162 એકિટવ કેસ

Updated: Jan 13th, 2022

GS TEAM


Google News
Google News
હિંમતનગર શહેરમાં કોરોનાના નવા 24 સાથે સાબરકાંઠા જિલ્લામાં 35 કેસ 1 - image

હિંમતનગર તા. 12

સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે કોરોનાએ જિલ્લામાં નવા ૩૫ વ્યકિતઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. જેમાં હિંમતનગર પંથકમાં ૨૪ વ્યકિતઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ચાર વ્યકિતને ખાનગી હોસ્પિટલમાં સારવાર દાખલ કરાયા છે.

જયારે ૨૦ વ્યકિત હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. જિલ્લાના ઈડરમાં શહેરી અને ગ્રામ્ય મળી કુલ-૫, ખેડબ્રહ્મા ૨, પ્રાંતિજ ૨, તલોદ ૧, વડાલી ૧ વ્યકિતઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૬૨ પર પહોંચી છે.

હિંમતનગર પંથકના ૨૦ પુરૃષ અને ૪ મહિલા તથા ઈડર ૨ પુરૃષ અને ૩ મહિલા, ખેડબ્રહ્મા ૨ પુરૃષ, પ્રાંતિજ ૨ પુરૃષ, તલોદ ૧ પુરૃષ વડાલી ૧ મહિલા દર્દીનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા ચાર દર્દીઓ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જયારે બાકી ના તમામ હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે તથા તેમની તબીયત સુધારા પર છે.

અત્યાર સુધીમાં જિલ્લાના હિંમતનગર ખાતે એકિટવ કેસોની સંખ્યા ૯૨, ઈડર ૩૭, પ્રાંતિજ ૬, તલોદ ૫, વડાલી ૭, ખેડબ્રહ્મા ૯, પોશીના ૫, વિજયનગર ૧ મળી જીલ્લામાં કુલ એકિટવ કેસોની સંખ્યા ૧૬૨ પર પહોંચવા પામી છે ત્યારે જિલ્લામાં ધીરે ધીરે કોરોના ગ્રામ્ય વિસ્તારમાં પગ પેસારો કરી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ તકેદારીના ભાગરૃપે સઘન પગલા લેવાય તેવી માંગ ઉઠવા પામી છે.

Tags :