પ્રાંતિજ,તા.6 મે, 2020, બુધવાર
પ્રાંતિજ તાલુકામાં કોરોના સંક્રમણને કારણે તાલુકામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે તેમાં સાંપડના કોરોના પોઝિટિવ લાલાભાઈ રાવળનું મોત નિપજયું હતું.જેને લઈને પ્રાંતિજ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા બુધવારના રોજ પોગલુ આરોગ્ય કેન્દ્રના 13 અને 12 પોલીસ કર્મીઓને હિંમતનગરની કોવિડ-19 હોસ્પીટલમાં ટેસ્ટીંગ માટે લઈ જવાયા છે જયારે પ્રાંતિજ તાલુકા આરોગ્ય કેન્દ્રની 33 ટીમોએ કોરોના પ્રભાવિત ગામોના 2175 ધર તેમજ 11,167 માણસોનો સર્વે હાથ ધર્યો હતો.
પ્રાંતિજ તાલુકામાં
અત્યાર સુધીમાં પાંચ કોરોના પોઝીટીવ દર્દીઓ જોવા મળ્યા છે જે પૈકી એક સાંપડના
કોરોના પોઝીટીવ દર્દીનું મોત નિપજયું હતું.સોમવારના રોજ કોરોના પોઝીટીવ ત્રણ કેસ
જોવા મળ્યા હતા તેમાં પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક મહિલા સફાઈ કર્મી અને
વોર્ડ બોયને કોરોના પોઝીટીવ આવ્યો હતો.જયારે વિદેશી દારૂની હેરાફેરીમાં પ્રાંતિજ
પોલીસને હાથે ઝડપાયેલા યુવકને કોરોના પોઝીટીવ આવ્યો હતો.જેને લઈને પ્રાંતિજ તાલુકા
આરોગ્ય કેન્દ્રના વડા ડૉ. આર.કે.યાદવે પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 13 કર્મીઓ અને પ્રાંતિજ પોલીસના 12 કર્મીઓને ગર્વમેન્ટ કોરોન્ટાઈન કર્યા હતા.આ 25
જણાને બુધવારના રોજ હિંમતનગરની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટીંગ માટે લઈ જવાયા છે.
જયારે સોમવારે પ્રાંતિજ
તાલુકાના પોગલુ,પલ્લાચર અને વદરાડ
ગામે કોરોના પોઝીટીવ કેસ જોવા મળતા આરોગ્ય વિભાગની 33 ટીમના
સભ્યોએ પ્રાંતિજ તાલુકાના કોરોના પ્રભાવિત પાંચ ગામોમાં 2175 ઘરનો સર્વે હાથ ધર્યો હતો જેમાં 11,167 લોકોનો વ્યકિતગત સર્વે હાથ ધરાયો હતો જેમાં આરોગ્ય કર્મીઓ દ્વારા કોરોના
સામે રક્ષણ મેળવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.


