Dharm

દશેરા પર કેમ કરવામાં આવે છે ખીજડાના વૃક્ષની પૂજા? ધનના દેવતા કુબેર સાથે જોડાયેલી છે કથા

By GS Team
20 Oct 20261 min read
TukuTouch Logo
વિજયાદશમીએ શસ્ત્ર પૂજન સાથે ખીજડાના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે. પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન શસ્ત્રો ખીજડા પર છુપાવ્યા હતા અને વિજય મેળવ્યો હતો. જ્યોતિષમાં તેને શનિ ગ્રહ સાથે સંબંધિત મનાય છે. કુબેર દેવે ખીજડાના પાંદડાને સોનામાં બદલ્યા હતા. દશેરાએ ખીજડા પૂજનથી વિઘ્નો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દશેરા પર કેમ કરવામાં આવે છે ખીજડાના વૃક્ષની પૂજા? ધનના દેવતા કુબેર સાથે જોડાયેલી છે કથા

Vijayadashami Shami Tree Worship: દશેરાના દિવસે શસ્ત્ર પૂજન અને રાવણ દહન સાથે ખીજડાના વૃક્ષના પૂજનની પણ વિશેષ પરંપરા છે. ખીજડાને વિજય, ન્યાય અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ વૃક્ષનો સંબંધ શનિ ગ્રહ સાથે દર્શાવાયો છે, જેમને કર્મ, ન્યાય અને શિસ્તના કારક માનવામાં આવે છે. માન્યતા છે કે, વિજયાદશમી પર ખીજડાની પૂજા કરવાથી જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે, અને સુખ-સમૃદ્ધિનું વરદાન મળે છે.

પાંડવો સાથે જોડાયેલા ખીજડાના પૂજનની પરંપરા

મહાભારતમાં જ્યારે પાંડવોને એક વર્ષનો અજ્ઞાતવાસ વિતાવવાનો હતો, ત્યારે તેમણે પોતાના અસ્ત્ર-શસ્ત્ર સુરક્ષિત રાખવા માટે ખીજડાના વૃક્ષ પર છુપાવી દીધા હતા. અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ અર્જુને આ વૃક્ષ પરથી શસ્ત્રો પરત મેળવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. આ જ કારણસર દશેરાના દિવસે ખીજડા પૂજન અને શસ્ત્ર પૂજનની પરંપરા શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવે છે.

જ્યારે ખીજડાના પાંદડા સોનું બની ગયા

પૌરાણિક કથા મુજબ, રાજા રઘુ પાસે ઋષિ વરતંતુના શિષ્ય કૌત્સે ગુરુદક્ષિણા આપવા માટે ધન માંગ્યું હતું. રાજા રઘુની દાનશીલતાથી પ્રસન્ન થઈને ધનના દેવતા કુબેર મહારાજે દશેરાના દિવસે ખીજડાના પાંદડાઓને સોનાની મુદ્રાઓમાં બદલી નાખ્યા હતા. આ ઘટના બાદથી દશેરાના દિવસે ખીજડાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવવો અને પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.