ઋષિઓ ખગોળ-ભૌતિકશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા !
- વિ શ્વના મૂર્ધન્ય વિજ્ઞાાનીઓ હવે એ તથ્યનો સ્વીકાર કરે છે કે જ્યોતિષ એક વિજ્ઞાાન છે
- અગોચર વિશ્વ : દેવેશ મહેતા
- વશિષ્ઠ, વિશ્વામિત્ર, યાજ્ઞાવલ્કય, મનુ, વ્યાસ, પારાશર, કશ્યપ, નારદ, ગર્ગ, મારીચિ, અગ્ર, લોમેશ, ચ્યવન, યવન, પૌલત્સ્ય, ભૃગુ અને શૌનક જેવા અનેક મુનિઓ જ્યોતિષી હતા.
- પૃથ્વીમાં આકર્ષણ શક્તિ છે તેથી તે પોતાની આજુબાજુની વસ્તુઓને આકર્ષિત કરી લે છે. પૃથ્વીની નિકટ આકર્ષણ શક્તિ વધુ છે,જેમ અંતર વધતું જાય છે તેમ તેમ તે ઘટતી જાય છે.
વિશ્વના મૂર્ધન્ય વિજ્ઞાાનીઓ હવે એ તથ્યનો સ્વીકાર કરે છે કે જ્યોતિષ એક વિજ્ઞાાન છે. પૂર્વે આ ક્ષેત્રે અનેક સંશોધનો થયા હતા એના જ કારણે અત્યારે વિજ્ઞાાન આટલું વિકસી શક્યું છે. જ્યોતિષ વિજ્ઞાાનનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે જેથી એને બધા વિજ્ઞાાનોનું અધિષ્ઠાતા માનવામાં આવે છે. આ એક એવું વિજ્ઞાાન છે જે ખગોળીય, પાર્થિવ અને માનવીય ઘટનાઓ સાથે સંબંધ જોડે છે અને બ્રહ્માંડ તથા માનવી સાથે અંતઃસંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. 'યદ્ બ્રહ્માંડે તત્ પિંડે, યદ્ પિંડે તત્ બ્રહ્માંડે' (જે બ્રહ્માંડમાં છે તે પ્રાણીઓના શરીરમાં છે અને જે પ્રાણીઓના શરીરમાં છે તે બ્રહ્માંડમાં છે) એમ દર્શાવી આપણા પ્રાજ્ઞા મનિષીઓએ આકાશગંગાઓનું બાહ્ય જગત અને જીવિત કોશિકાઓનું શરીરની ભીતરનું જગત એ બન્ને વચ્ચે અવિભાજ્ય ઐક્ય પ્રસ્થાપિત કર્યું છે.
હજારો વર્ષ પૂર્વે આપણા આર્ય ઋષિઓને આ વિષયનું ઊંડું જ્ઞાાન હતું. તેઓ આ બાબતની સૂક્ષ્મ ગણનાને આધારે ગ્રહોની ગતિ, અવકાશીય ઘટનાઓ અને એની માનવ જીવન પર પડતી અસરોને ધ્યાનમાં લઈ ભવિષ્ય કથન પણ કરતા જે મહદંશે સાચું જ પડતું. સંસ્કૃત ભાષાના જ્યોતિષ શબ્દનો વ્યુત્પત્તિની દ્રષ્ટિએ વિચાર કરીએ તો અર્થ થાય છે જ્યોતિ એટલે કે પ્રકાશનું વિજ્ઞાાન. પ્રકાશનો સ્વભાવ છે. વિકિરણ કે પ્રસરણ. એટલે જ્યોતિષ પ્રકાશ વિકિરણનું વિજ્ઞાાન છે.
આ વિજ્ઞાાનને વધુ પ્રવૃદ્ધ અને સમૃદ્ધ કરવા પ્રાચીનકાળથી મહત્ત્વપૂર્ણ સ્થળોએ વેધશાળાઓ બનાવવામાં આવી હતી. ઓરીસ્સા (ઉડીસા)નું સૂર્યમંદિર વાસ્તવમાં એક સૂર્ય વેધશાળા જ છે. સૂર્યને નરી આંખે જોવાનું કામ અઘરું છે એટલે એના અંશોની ગણના અતિ મુશ્કેલ સમજવામાં આવે છે. આ મુશ્કેલીના નિવારણ માટે ખગોળવેત્તાઓના સમુદાયે તત્કાલીન રાજાના સહયોગથી કોણાર્કનું સૂર્ય મંદિર બનાવડાવ્યું અને એમાં સૂર્યના વેધનું સંધાન કર્યું હતું. મહારાજા જયસિંહે પણ પોતાના જ્ઞાાન અને સૂઝબુઝના આધારે અનેક વેધશાળાઓ બનાવી દિલ્લીના તત્કાલીન શાસક મુહમ્મદ શાહ પાસેથી આજ્ઞાાપત્ર મેળવી પ્રથમ વેધશાળા દિલ્લીમાં બનાવી. એ પછી ઉજ્જૈનમાં વેધશાળા બનાવી. કર્ક રેખા ઉજ્જૈનમાંથી પસાર થાય છે. મહાકાળની ગણતરીનો પણ એનાથી સંબંધ છે એટલે જ ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનું મંદિર અને જ્યોતિર્લિંગ છે. એ પછી વારાણસીના માન-મંદિરમાં નાની વેધશાળા બનાવાઇ જેમાં માત્ર મુખ્ય છ યંત્રો જ છે. એ પછી જયપુરની ખૂબ મોટી વેધશાળા બનાવાઈ. ઈ.સ. ૧૭૧૮ થી ૧૭૩૮ સુધી એના નિર્માણનું કાર્ય ચાલ્યું. એમાં ગણકોની સુવિધા માટે મોટા યંત્રો લગાડવામાં આવ્યા. રામાયણ કાળમાં મહર્ષિ અત્રિની તુર્ય વેધશાળા પ્રસિદ્ધ હતી. આ વેધશાળાના માધ્યમથી આકાશીય પિણ્ડોના ઉન્નતાંશ, દિશાંશ, અક્ષાંશ વગેરેની ગણના થતી હતી. મહર્ષિ વાલ્મીકિ પોતે મહાન જ્યોતિર્વિદ હતા. તેમણે રામાયણમાં પણ તારાઓ અને ગ્રહોની ગતિ અને સ્થિતિનું વર્ણન કરી એમનો માનવ જીવન પર કેવો પ્રભાવ પડે છે તેનો ઉલ્લેખ કર્યો છે. રાવણ પણ પ્રકાણ્ડ પંડિત અને જ્યોતિર્વિદ હતો. 'રાવણ સંહિતા'માં પણ આ વિષયની આધારભૂત માહિતી આપવામાં આવી છે એટલે એને પણ જ્યોતિષ વિજ્ઞાાનનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે.
વશિષ્ઠ, વિશ્વામિત્ર, યાજ્ઞાવલ્કય, મનુ, વ્યાસ, પારાશર, કશ્યપ, નારદ, ગર્ગ, મારીચિ, અગ્ર, લોમેશ, ચ્યવન, યવન, પૌલત્સ્ય, ભૃગુ અને શૌનક જેવા અનેક મુનિઓ જ્યોતિષી હતા. યાજ્ઞાવલ્ક્ય સ્મૃતિમાં તારાઓ અને તારા રશ્મિઓનું વિશદ વર્ણન છે. મહાભારતમાં કૌરવો-પાંડવો વચ્ચે યુદ્ધ થતા પહેલાં ચંદ્રગ્રહણ થયાનો ઉલ્લેખ છે. ભાગવતમાં સૂર્ય ગ્રહણનો નિર્દેશ થયેલો છે.
જ્યોતિવિજ્ઞાાન એટલે કે જ્યોતિષને પુનજીર્વિત કરવાનું કાર્ય આગળ જતાં પાટલિપુત્રમાં આર્યભટ્ટે કર્યું. ઇ.સ. ૪૭માં એમનો જન્મ થયો હતો. પાટલિપુત્રની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠમાં તેમણે જ્યોતિષ વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. તેમણે આર્યભટ્ટયમ્, તંત્ર અને દશગીતિકા નામના ત્રણ વિખ્યાત ગ્રંથ લખ્યા હતા. તે સર્વપ્રથમ ખગોળવિદ હતા જેમણે એ સિદ્ધાંત શોધ્યો કે પૃથ્વી એની ધરી અને કક્ષા પર દૈનિક ગતિ કરે છે જેને કારણે દિવસ અને રાત થાય છે.
આર્યભટ્ટ પછી જ્યોતિર્વિદ્યા પર સર્વાધિક વધારે કામ કરનાર આચાર્ય વરાહમિહિર હતા. એમનો જન્મ ઉજ્જૈનના કાલ્પી નામના સ્થળે થયો હતો. બૃહદ્ જાતક અને બૃહત્સંહિતા નામના તેમના ગ્રંથોમાં એમના ખગોળીય સંશોધનો સમાયેલા છે. બૃહત્સંહિતામાં પ્રાકૃતિક વિજ્ઞાાનનું એટલું વિસ્તૃત વર્ણન છે કે જ્યોતિષનું કોઇ પણ ક્ષેત્ર એમાં બાકાત નથી. ગ્રહણ ઉલ્કાપાત, ભૂકંપ, દિગ્દાહ, વૃષ્ટિ, પ્રકૃતિ, ગ્રહ, નક્ષત્રોની સ્થિતિ, ગતિનો પ્રભાવ વગેરે વિષયોનું એમાં સ્પષ્ટ વર્ણન છે. કેટલાંક વિશેષજ્ઞાો માને છે કે અર્વાચીન વિજ્ઞાાનની નવી શાખા 'એસ્ટ્રોફિઝિક્સ (ખગોળ ભૌતિક વિજ્ઞાાન) જેમાં ગ્રહો, નક્ષત્રોની ચુંબકીય, વિદ્યુતીય ઉષ્મા વગેરે પ્રભાવોનું અધ્યયન કરવામાં આવે છે એનો ઉદ્ભવ વરાહ મિહિરના ગ્રંથોના આધારે જ થયો છે ! એમનો 'પંચ સિદ્ધાન્તિકા' ગ્રંથ પણ મહત્ત્વપૂર્ણ છે જેમાં વર્ણન કરાયેલ સૂર્ય સિદ્ધાન્ત અદ્વિતીય છે. વરાહ મિહિરે જ વિષુવઅયનની ક્રિયાનું સચોટ વર્ણન કર્યું. તેમણે તેમના ગહન અધ્યયનથી એનો માન ૫૪ વિકલ્પ (સેકન્ડ) પ્રતિ વર્ષ પ્રાપ્ત કર્યો. અર્વાચીન ખગોળ વિજ્ઞાાનીઓએ પણ એનો માન ૫૪.૨૭૨૮ સેકન્ડ પ્રતિ વર્ષ શોધ્યો છે. બન્ને શોધો વચ્ચે કેટલું સામ્ય છે એ જોઈને વિસ્મય પમાય એવું છે. એ વિચારીને અચરજ થાય જ કે આધુનિક યંત્રોનો એ વખતે અભાવ હતો તેમ છતાં આ કામમાં આટલી સૂક્ષ્મ, સાચી અને સચોટ ગણતરી આચાર્ય વરાહ મિહિરે કેવી રીતે કરી હશે ?'
આવા વિસ્મયથી પ્રેરાઈને અર્વાચીન ખગોળ વિજ્ઞાાની ઇઝાક એસિમોવ (ૈંજચચબ છજૈર્સપ) કહે છે - ્રી ચહબૈીહાજ ુીિી ચજ ુૈજી ચજ ુી ચિી, ૅીરિચૅજ ુૈજીિ. ર્ભેનગ ુી રચપી ર્ગહી ચજ સેબર ુૈાર ચજ નૈાાની ? પ્રાચીન કાળના લોકો (સંશોધકો) એટલા જ પ્રજ્ઞાાવાન હતા જેટલા આજે આપણે છીએ, કદાચ આપણા કરતાં પણ તે વધારે પ્રજ્ઞાાવાન હતા. એમની પાસે જેટલા ઓછા (વૈજ્ઞાાનિક, ટેકનિકલ) ઉપકરણો હતા એટલામાં શું આપણે એમના જેટલું સંશોધન કરી શક્યા હોત ?
બારમી સદીમાં કર્ણાટકના બીજાપુરમાં જન્મેલા ભારતના મહાન જ્યોતિર્વિદ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે કેવળ આઠ વર્ષની ઉંમરે 'સિદ્ધાંત શિરોમણી' નામનો ગ્રંથ લખ્યો હતો એનો અરબી ભાષામાં અનુવાદ પણ થયો હતો. આધુનિક યુગમાં પૃથ્વીની ગુરૂત્વાકર્ષણ શક્તિ (પદાર્થોને પોતાની તરફ ખેંચવાની શક્તિ)ની શોધનું શ્રેય ન્યૂટનને આપવામાં આવે છે. પરંતુ ન્યૂટનના જન્મના ૮૦૦ વર્ષ પૂર્વે ભાસ્કરાચાર્યે એમના 'સિદ્ધાંત શિરોમણી' ગ્રંથના 'ગોલાધ્યાય' નામના ચોથા વિભાગમાં 'માધ્યકર્ષણતત્વ' નામથી ગુરૂત્વાકર્ષણના સિદ્ધાંતની ચર્ચા કરી છે.
'આકૃષ્ટ શક્તિશ્ચ મહીતયા યત્, સ્વસ્થં ગુરૂં સ્વાભિમુખં સ્વશકત્યા ।
આકૃષ્યતે તત્પતનીતિ ભાતિ, સમે સમન્નાત્, ક્વ પતિત્વયં રવે ।।'
પૃથ્વીમાં આકર્ષણ શક્તિ છે એનાથી તે પોતાની આજુબાજુની વસ્તુઓને આકર્ષિત કરી લે છે. પૃથ્વીની નિકટ આકર્ષણ શક્તિ વધારે હોય છે, જેમ જેમ અંતર વધતું જાય છે તેમ તેમ તે ઘટતી જાય છે. જો કોઇ સ્થાનેથી વજનમાં ભારે અને હળવી વસ્તુ ફેંકવામાં આવે તો બન્ને એક જ સમયે પૃથ્વી પર પડશે. એવું નહીં બને કે ભારે વસ્તુ પહેલાં પડે અને હળવી વસ્તુ પછી પડે. ગ્રહ અને પૃથ્વી આકર્ષણ શક્તિના પ્રભાવથી જ પરિભ્રમણ કરે છે.