Get The App

શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

જોજો....સેલ્ફી (selfie) ના બની જાય કિલ્ફી (kilfie)

Updated: Feb 18th, 2018

GS TEAM

Google News
Google News
શોધ સંશોધન-વસંત મિસ્ત્રી 1 - image

ભ યજનક સ્થળોએ સેલ્ફી લઈ તેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, કે સ્નેપચેટ પર પોસ્ટ કરવાનું ગાંડપણ યુવાનો અને પ્રૌઢોમાં પણ વધ્યું છે. જાનના જોખમે લોકો પ્રવાસી સ્થળે સેલ્ફી એટલા માટે લે છે કે લોકો તેમને 'લાઈક' કરે. સારી સારી કોમેન્ટથી તેમના ઈગોને પોષે...!!

લોકોના આવા અહ્મને ઓળખી મોબાઈલ ઉત્પાદકો પણ 'પરફેક્ટ સેલ્ફી' મંત્રનો ઉપયોગ કરી અવનવા મોડેલ રજુ કરી રહ્યા છે. દોસ્તો, તમે મૃત્યુ પામ્યા તો કેટલા ''લાઈક્સ'' મળ્યા તેની કિંમત રહેતી નથી...!!

માતા-પિતાએ બાળકોને તેઓ સમજે એવી ભાષામાં સેલ્ફીથી કિલ્ફી સુધીની સફર સમજાવવી જરૃરી છે. મિત્રો, એક કોમેન્ટ યાદ રાખવા જેવી છે. ''લોકો મૂર્ખા હોય છે અને સોશ્યલ મિડિયાએ તેમની મૂર્ખાઈ દેખાડવા માટે પ્લેટફોર્મ આપ્યો છે.'' તમે સમજો તો ખરા. સેલ્ફીથી મૃત્યુ અટકાવવા માટે નિષ્ણાતોએ થોડી ટિપ્સ આપી છે તે ધ્યાનમાં રાખશો.

(૧) સાયકીઆટ્રીસ્ટના મતે ''સેલ્ફીથી મૃત્યુ'' વિષયની જાણકારી વધારવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. ટુરીઝમ વિભાગ પ્રવાસી સ્થળોએ હોર્ડિંગ્સ, લાઉડસ્પીકર અને ગાર્ડ્સ દ્વારા આ કામ કરી શકે છે.

(૨) જોખમકારક સ્થળે સલામતી માટે નિષ્ણાત તરવૈયા અને બચાવકાર્ય માટે જરૃરી વ્યવસ્થા, ઉપકરણો અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા રાખવી.

(૩) દરિયાકિનારે ભરતીના સમયની જાહેરાત કરી સેલ્ફી લેનારાઓને ચેતવવા.

(૪) નદી, તળાવ કે હિલ સ્ટેશનોના જોખમી પોઇન્ટ પર બોર્ડ લગાવી લોકોને ચેતવવા.
આ બધું તો સરકારે કરવાનું પણ સેલ્ફી લેનારે પણ થોડી બુદ્ધિ વાપરવી જરૃરી છે.

(૧) તમે જાતે ફોટોગ્રાફ લેવાને બદલે અન્યને વિનંતી કરો.

(૨) સેલ્ફી સ્ટીક વાપરી સલામત સ્થળે ઊભા રહી ફોટા લો.

(૩) જોખમ અંગેના બોર્ડ અને ગાર્ડની સૂચનાનું પાલન કરો કારણ કે આમાં તમારા જ જીવનું જોખમ છે.

(૪) પ્રવાસી સ્થળે લોન્ગશોટ કે પેનોરેમિક વ્યૂ પસંદ કરો, જેથી જોખમી પોઈન્ટથી દૂર રહીને પણ સારા ફોટા લઈ શકાય.

(૫) લોકોનો પ્રતિસાદ કરતાં ઇશ્વરનો પ્રતિસાદ મેળવતાં શીખો તો વધુ સુખી થશો.

મુંબઈના મરિન ડ્રાઈવની પાળી હોય કે દેવકાનો, ઊભરાટનો, ચોરવાડનો દરિયા કિનારો હોય કે અમદાવાદનું રિવર ફ્રન્ટ હોય તમે સેલ્ફી માટે પ્રભાવિત ન થઈ જાવ. શાંતિથી વિચારી સલામતભરી સેલ્ફી લો.

૨૦૧૪થી ૨૦૧૬ દરમ્યાન ભારતમાં સેલ્ફી લેતાં થયેલાં મૃત્યુનો આંક વિશ્વમાં રેકોર્ડ બની ગયો છે. વિશ્વમાં 'સેલ્ફી ડેથ'ની સંખ્યામાં ભારતનો ફાળો ૬૦ ટકા છે. જે આપણી ટ્રેજેડી, અપરિપક્વતા અને ગાંડપણ સૂચવનાર રેકોર્ડ છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Tags :