Get The App

મેનેજમેન્ટ - ધવલ મહેતા

નગરરચનાનું મેનેજમેન્ટ : ભારતમાં અર્બન મેનેજમેન્ટનો પ્રશ્ન પડકારરૃપ

Updated: Dec 10th, 2017

GS TEAM

Google News
Google News

શહેરીકરણ વધતાં સ્લમ્સમાં રહેતા લોકોની સંખ્યા વધતી જાય છે. મહારાષ્ટ્રમાં ૧.૧કરોડ લોકો સ્લમ્સમાં રહે છે અને ભારતમાં તે સંખ્યા સૌથી વધારે છે. મુંબઈમાં ધારાવીના સ્લમથી કોઈ અજાણ નહીં હોય

મેનેજમેન્ટ - ધવલ મહેતા 1 - imageદિલ્હીમાં પ્રદૂષણને કારણે ગરીબ, તવંગર બધા વર્ગોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ધુમસિયા વાતાવરણમાં કેટલાય અકસ્માતો થાય છે. અસ્થમાનો રોગ વકરે છે. શહેરમાં સારી રીતે જીવવાલાયક સગવડો - સ્વચ્છ હવા, પાણી, વીજળી, શહેરી રસ્તાઓ, શહેરી ટ્રાન્સપોર્ટેશન, હોટેલો, ઉદ્યોગ અને મનોરંજનના સ્થળો - વગેરેની નાગરિકો માટે ઓછા ખર્ચે ઊભી કરવી તે અર્બન મેનેજમેન્ટનો વિષય છે. તેમાં શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ વગેરેની સગવડોનો પણ સમાવેશ થાય છે.

રહેઠાણ લાયક જગ્યાઓ અને ઔદ્યોગીક જગ્યાઓ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા હોવી જોઈએ. પાર્કીંગની સવલતો ઠેરઠેર હોવી જોઈએ. પબ્લીક ટોઈલેટસની પણ અમુક સ્થળોએ વ્યવસ્થા હોવી જોઈએ. આ કામ ઘણું કઠિન છે કેમકે ભારતની વસતી વાર્ષિક ૧.૨ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધતી જાય છે.

૨૦૧૧માં તે ૧૨૫થી ૧૨૬ કરોડ જેવી હતી. તેમાં દર વર્ષે ૧.૨ ટકા ઉમેરો એટલે દર વર્ષે ૧.૫૫ કરોડની વસતી વધે. જેને માટે શિક્ષણ, રહેઠાણ, કપડા, ભોજન વગેરેની નવી સવલતો ઊભી કરવી પડે. અત્યારે ૨૦૧૭ના લગભગ અંતે ૧૩૫ કરોડ હશે તેવો અંદાજ છે. છેલ્લો ચોક્કસ આંકડો ૨૦૨૧ના સેન્સસ દ્વારા જાણવા મળશે. તે વખતે ભારતની વસતી ૧૪૦ કરોડથી ઉપર હશે તેવો અંદાજ છે.

અર્બન મેનેજમેન્ટ માટે અગત્યની માહિતી

ભારતના ગામડાઓમાંથી શહેર તથા નગરો (ટાઉન્સ) તરફ અવિરત પ્રવાહ વહી રહ્યો છે. મોટાભાગના આગંતુકોને સ્લમ્સ અથવા સ્લમ્સ જેવી જ ખરાબ સ્થિતિ ધરાવતા વિસ્તારોમાં રહેવું પડે છે. ભારતના ગામડામાં કુલ ૬૮ ટકા અને શહેરો અને નગરોમાં કુલ ૩૨ ટકા લોકો રહે છે અને ગામડાઓમાંથી શહેર તરફનો લોકપ્રવાહ અઢળક સંખ્યામાં ચાલુ રહેશે. સમગ્ર જગતમાં અત્યારે (૨૦૧૬) ૫૪ ટકા લોકો શહેરોમાં રહે છે. એટલે કે ભારત શહેરીકરણની બાબતમાં હજી વિશ્વની શહેરીકરણની સરાસરી ટકાવારીથી ઘણું પાછળ છે.

ભારતમાં ૫૦ ટકાથી વધુ વસતી ૨૫ વર્ષ કે તેથી ઓછી વયના લોકોની છે તેથી નોકરીઓની શોધમાં આવતાં કરોડો યુવાનોનું શહેરમાં માઈગ્રેશન થશે અને ભારતના શહેરો અત્યારે છે તેના કરતાં પણ 'ઓવર ક્રાઉડેડ' થઈ જશે. ખેડૂતોએ આમરણાંતે પોતાની જમીન ના વેચવી જોઈએ તેવું માનતા એનજીઓને એવું જરા પણ નહીં થતું હોય કે લાખો અને કરોડો લોકો ગામડામાંથી (કારણકે ગામડામાં નવી નોકરીઓ જ નથી.

ખેતી પર ખેડૂતો તથા ખેતમજૂરોનું પુષ્કળ ભારણ છે) શહેરોમાં આવવા માંગો તો તેઓ રહે ક્યાં ? તેમને નોકરી આપવા માટે દેશમાં વીજળી ઝડપે નવા ઉદ્યોગો સ્થપાવા જોઈએ પરંતુ જો ખેડૂતો જમીન જ ના વેચે તો ઉદ્યોગો ક્યાંથી સ્થપાય ? નવા મકાનો ક્યાંથી બને ? ભારતના ૬૮ ટકા લોકો તેના ૬,૩૮,૦૦૦ ગામડાઓમાં રહે છે. તેમાંથી કેટલાક ગામડાઓમાં તો ૨૦૦ કે તેથી ઓછી સંખ્યાની વસતી છે. તેમને વીજળી, પાણી, ગેસ, કે અન્ય જાહેર સવલતો પૂરી પાડવાનું કેટલું ઘણું મોંઘુ પડે છે. દેશની તમામ પ્રકારની સરકારો સામે આ પ્રશ્ન છે.

દેશમાં કોઈપણ રાજકીય પક્ષની સરકાર હોય તેને માટે આ ઘણો જ ગંભીર પ્રશ્ન છે. ખેતરો છોડીને લોકોને શહેરી નોકરી જોઈએ છીએ તે વાજબી વાત છે. ખેતી બધી રીતે ખોટનો ધંધો છે અને દેશ માટે લાયેબીલીટી છે. વરસાદ ઓછો પડે કે દુકાળ પડે તો ખેડૂતોને મદદ કરો. વરસાદ વધુ જ પડે તો લીલો દુકાળ પડે માટે ખેડૂતોને મદદ કરો.

વરસાદ મધ્યમસરનો પડે અને મબલખ પાક થાય તો ખેતપેદાશના ભાવો બેસી પડે તેથી ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવો આપી તેમનો ગજેન્દ્રમોક્ષ કરો. ખેડૂતો દેવું ભરી ના શકે. કાંઈ વાંધો નહીં તેમનું દેવુ માફ કરો. ખેડૂતોનું દેવું માફ કરવાનું તો નાના વેપારીઓનું કેમ નહીં ? ભારતના શહેરો અને નગરોની સંખ્યા ૫૪૮૦ છે. ત્યાં પાછા રહેઠાણના અને ગીચતા અને પ્રદૂષણના પ્રશ્નો છે. ભારતના શહેરોમાં કીડીયારૃ ઉભરાય છે.

ભારતમાં સ્લમ્સની સમસ્યા

મોટા શહેરોના ગંદા, ગીચ, જાહેર સગવડો વિનાના વિસ્તારને સ્લમ્સ કહેવામાં આવે છે. ગુજરાતીમાં કે હિન્દીમાં તેને ઝોંપડપટ્ટી કહે છે પરંતુ સ્લમ્સ માટે શબ્દ બરાબર નથી. ૨૦૦૧ના સેન્સસ પ્રમાણે ભારતના સ્લમ્સમાં ૧૯૮૧માં ૨.૭૯ કરોડ લોકો સ્લમ્સમાં રહેતા હતા તે ૨૦૦૧માં તે વધીને ૫.૨ કરોડ થઈ ગયા અને અત્યારે ભારતના સ્લમ્સમાં રહેતી વસતી ૬.૫ કરોડની થઈ ગઈ છે. એક અગત્યની વાત એ છે કે સ્લમ્સમાં રહેતા કુટુંબોના સભ્યોની સરાસરી સંખ્યા ૪.૭ છે જે ભારતીય કુટુંબની સરાસરી સંખ્યા ગણાય છે.

ભારતના શહેરોમાં રહેતા કુટુંબોમાં દર હજાર છોકરાઓ છોકરીની સંખ્યા (૦-૬ વર્ષ) ૯૦૫ છે તો સ્લમ્સમાં રહેતા કુટુંબોમાં તે ૯૨૬ છે. સ્લમ્સમાં દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ અનુસૂચિત જાતિની છે. જ્યારે ભારતીય શહેરોમાં અનુસૂચિત જાતીની (એસ.સી.)ની વસતી લગભગ દસ ટકા છે.

આપણને એવો ખ્યાલ છે કે ભારતના સ્લમ્સમાં રહેતા લોકો માત્ર અતિ ગરીબ જ નહીં પણ નિરક્ષર હોય છે. આ ખ્યાલ ઓછો છે. ભારતના તમામ સ્લમ્સમાં નહીં પણ અમુક સ્લમ્સમાં રહેતા લોકોમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૭.૭ ટકા સુધીનું જણાયું છે. ભારતના શહેરી કુટુંબોના જેકામ કરનારાની ટકાવારી છે તેના કરતા સ્લમ્સમાં કુટુંબદીઠ કામ કરનારાનું પ્રમાણ વધારે છે.

એટલે કે પતિ-પત્ની કે બાળકો પછી વર્ક ફોર્સમાં જોડાયેલા હોય છે. સેન્સસની વ્યાખ્યા પ્રમાણે 'સ્લમ્સ એવા રહેઠાણનો વિસ્તાર છે જે માનવીઓના રહેવા માટે અયોગ્ય (ેંહકૈા)) છે. પરંતુ તેમ છતાં તેમાં ભારતના કરોડો લોકો રહે છે. યાદ રહે કે ગામડામાં પણ રહેવાની સ્થિતિ ખરાબ હોય છે પરંતુ તેમાં રહેઠાણોને સ્લમ્સ કહેવામાં આવતા નથી. સ્લમ્સનો કન્સેપ્ટ શહેરી રહેઠાણોને લગતો છે. સેન્સસ ભારતના સ્લમ્સને ત્રણ ભાગોમાં વહેંચી નાખે છે.

નોટીફાઈડ, રેકગ્નાઈઝડ અને આઈડેન્ટીફાઈડ. આઈડેન્ટીફાઈડ સ્લમ્સનું એક સ્લમ તરીકે કોઈ કાયદાકીય સ્થાન હોતું નથી. પરંતુ તેને તે નામ માટે લાયક ત્યારે જ ગણવામાં આવે છે જ્યારે તેમાં ૬૦-૭૦ કુટુંબો રહેતા હોય અને તે સ્લમની વસતી ઓછામાં ઓછી ૩૦૦ લોકોની હોય.

ફરીથી યાદ રહે કે ભારતના સ્લમ્સમાં રહેતા આશરે ૬૫ કરોડ લોકોમાં નિરક્ષરતાનું પ્રમાણ બહુ ભારે નથી તેમાં તદ્દન અભણ માણસો રહેતા નથી અને આ કુટુંબોમાં દર હજાર છોકરાઓએ છોકરીઓનું પ્રમાણ શહેરના અન્ય કુટુંબો કરતા વધારે છે. ૨૦૦૧માં ૫.૨ કરોડ લોકો અને અત્યારે ૬.૫ કરોડ લોકો સ્લમ્સમાં રહે છે તે દર્શાવે છે કે ભારતમાં જેમ જેમ  આર્થિક વૃદ્ધિદર વધતો જાય છે તેમ તેમ શહેરીકરણ વધતું જાય છે.

અને શહેરીકરણ વધતાં સ્લમ્સમાં રહેતા લોકોની સંખ્યા વધતી જાય છે. મહારાષ્ટ્રમાં ૧.૧કરોડ લોકો સ્લમ્સમાં રહે છે અને ભારતમાં તે સંખ્યા સૌથી વધારે છે. મુંબઈમાં ધારાવીના સ્લમથી કોઈ અજાણ નહીં હોય. મહારાષ્ટ્રમાં સ્લમની વસતીમાંથી (૧.૧ કરોડમાંથી) ૪૬ લાખ લોકો આઈડેન્ટીફાઈડ સ્લમ્સમાં રહે છે જેનું કાયદાકીય રીતે 'સ્લમ્સ''ની કેટેગરીમાં કોઈ સ્થાન નથી એટલે આ પ્રકારના સ્લમ્સને અપાતી સગવડો પણ શૂન્ય હોય છે.

મહારાષ્ટ્ર પછી આંધ્રપ્રદેશમાં સૌથી વધુ લોકો (૧ કરોડ) સ્લમ્સમાં રહે છે અને તે પછી પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં સ્લમ્સમાં રહેનારા લોકોની સંખ્યા પ્રત્યેકની ૬૦ લાખ છે. દિલ્હીમાં ૧૭ લાખ લોકો સ્લમ્સમાં રહે છે જેનાથી ૧૦ લાખ લોકો આઈડેન્ટીફાઈડ સ્લમ્સમાં રહે છે જેનું કોઈ કાયદાકીય સ્ટેટસ નથી.

મુંબઈની ધારાવીની સ્લમ ઉપરાંત કલકત્તાનું બસન્તી સ્લમ કુપ્રખ્યાત છે જેમાં ૨૦૧૧ની સેન્સ પ્રમાણે કલકત્તાની વસ્તીના એક તૃતીયાંશ લોકો તેની રજીસ્ટેડ અને અનરજીસ્ટેડ સ્લમ્સમાં રહેતા હતા. બેંગલોર ભારતની આઈટી ઉદ્યોગનું પાટનગર ગણાય છે પરંતુ બેંગલોરની ૨૦ ટકા વસતી ૫૭૦ જેટલા સ્લમ્સ વિસ્તારમાં રહે છે. આ યાદી આગળ લંબાવી શકાય તેમ છે.

ઉપસંહાર : આપણે અહીં ભારતના શહેરની મેનેજમેન્ટ ક્ષેત્રેના સવાલો ઊભા કર્યા છે પરંતુ તે સવાલોના જવાબ આપવાનું અહીં જગ્યાના અભાવે અહીં શક્ય નથી. પરંતુ ભારતમાં મેનેજમેન્ટ એટલે કંપની મેનેજમેન્ટ અથવા બીઝનેસ મેનેજમેન્ટ એવું માનવાની જરૃર નથી. ભારતમાં અર્બન મેનેજમેન્ટ એક ખુલ્લો પડકાર છે જેને સુલઝાવવાની ચેલેન્જ આપણે સ્વીકારવી પડશે. આ પડકારના જવાબો તમારી પાસે હોય તો, તેનું ક્રીટીકલ એનાલીસીસ કરીશકાય
 

Tags :