કટાક્ષ કથા
અદલાબદલી
એક મોટા શેઠ એમના ડ્રાયવરને કહેતા હતા. પરીક્ષાઓ બધી બોગસ છે. મારા મંગેશ માટે અડધો ડઝન ટયૂશન રાખ્યા, બધું પાકું કર્યું તો ય નાલાયક પરીક્ષકોએ તેને નાપાસ કર્યો. મારે હવે એને ભણાવવો જ નથી.
ડ્રાયવર કહે : 'સાહેબ ! મારા ચંદુએ વચગાળાના સમયમાં મારી સાથે કાર ડ્રાઈવિંગ શીખી લીધું. રાત્રે ડ્રાઈવિંગ શીખે. દિવસે પરીક્ષાનું વાંચે. કોઈ ટયૂશન નહિ. પૈસા ક્યાંથી લાવીએ ?'
શેઠ કહે : 'તારો ધંધો સારો. તને ટાઈમ મળી રહે. તારા છોકરાને ડ્રાઈવિંગ કરવા છતાં પરીક્ષા ફળી.' તારો ડ્રાયવરનો ધંધો સારો. અમે બધા ફેકટરીવાળાં પૈસા કમાવવાની જ લ્હાય. છોકરો ય રખડુ. એના કરતાં તારો ધંધો સારો.
ડ્રાયવર કહે : 'શેઠ ! તમને એટલું બધું લાગતું હોય તો આપણે ધંધો બદલી નાખીએ.'
શેઠ કહે : 'કાલથી નહિ, આજથી જ તું છૂટો ! હવે ધંધો બદલજે.'