કટાક્ષ કથા
અંગ્રેજીના અભરખા
એક આછું પાતળું અંગ્રેજી ભણેલા શેઠને વાત કરતાં કરતાં અંગ્રેજી શબ્દો ફેંકવાની આદત પડી ગઈ હતી.
એક વાર એમના ઘરડા બાપને ચક્કર આવ્યાં એ બેભાન થઇ ગયા.
શેઠે ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે તપાસ્યા અને એમની આંખોમાં પીલાશ જોઇને કહ્યું :જોન્ડીસ (કમળા)ની અસર છે. આંખો બહુ પીળી છે.
'એકદમ શું થઇ ગયું ?' ડોક્ટરે વિદાય થતાં પૂછ્યું
'અરે ડોસા થોડીવાર પહેલાં સેન્સમાં હતા અને ગોડ ઇઝ નોઝ... એકદમ એ નોનસેન્સ થઇ ગયા.'
ડોક્ટરે હસીને કહ્યું :'ઘડપણમાં એવું બને. પણ કમળામાંથી કમળી ના થઇ જાય એવું લાગે તો તરત ફોન કરજો.'
એ ગયા. પણ પડોશી ખબર જોવા આવ્યા. શેઠે કહ્યું :'વાઇફને જોન્ડીસ (કમળો) થયો છે. પછી ડોક્ટર કહી ગયા છે કે મિસિસ જોન્ડાઇસ જેવું (કમળી) જેવું લાગે તો તરત ફોન કરજો.'