કટાક્ષ કથા
સિક્કો ઊછાળો
બે મિત્રો શરતે ચડયા હતા. એક મિત્ર કહે : 'હું પ્રેમમાં નિષ્ફળ જઇશ તો આપઘાત કરીશ.'
'ઝેર પીને ?'
'ના, ઝેર તો બનાવટી આવે છે.'
'રિવરફ્રન્ટમાં કૂદકો ?'
'ના, ના. આવી સુંદર નદીને મારે ગોઝારી નથી કરવી. રેલવે તળે સૂઇ જવાનો વિચાર આવે છે પણ કમબખત રેલવે ટ્રેનો મોડી પડે છે.'
'ગળે ફાંસો'
'ના, એમ અધ્ધર લટકીને મરવાની ઈચ્છા નથી. એ તો ફાંસીની સજા જેવું કહેવાય.'
'ત્યારે ? તું કોના પ્રેમમાં છે ? છોકરી તને વફાદાર છે ? તું એને બહુ ચાહે છે ? એના વિના તું આપઘાત કરવાનો વિચાર કરે છે ? પ્રેમમાં તો નિષ્ફળતાય મળે.'
'ના, હું તો આપઘાત કરીશ. કઇ રીતે મરવું તે માટે સિક્કો ઊછાળીએ.'
એના મિત્રે સિક્કો ઉછાળ્યો. પાસેના ઝાડની ડાળમાં અટવાઇ ગયો. 'હમણાં મોતનું મને ઈજન નથી.'