Fact File
- અયોધ્યમાં સાત-આઠ ટકા વસતી મુસ્લીમોની છે, પણ તેમને આ જન્મભૂમિ સામે કોઈ વાંધો નથી. અહીં કોઈ કોમી વૈમનસ્ય નથી, જે વાંધો આવે છે એ અયોધ્યા બહારથી હોય છે.
- નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી કેદારનાથ, કાશી.. વગેરે ધાર્મિક સ્થળોએ ગયા છે પરંતુ અયોધ્યા નથી આવ્યા તેની અહીંના લોકોને ફરિયાદ છે. શક્ય છે કે હવે તેઓ સીધા મંદિરનો પાયો નાંખવા આવે!
સરયૂમાં રામે જળસમાધિ લીધી હતી એ સ્થળ એટલે કે ગુપ્તાર ઘાટ અયોધ્યામાં નહીં ફૈઝાબાદમાં છે. અહીં રામ જળમાં ગુપ્ત થયા હતા, એટલે નામ ગુપ્તાર ઘાટ પડયું છે.
- અયોધ્યાની સુરક્ષા પાછળ થતા ખર્ચમાંથી અડધી રકમ શહેરના વિકાસ પાછળ ખર્ચાય તો પણ શહેર ચમકી ઉઠે એમ છે. બે-પાંચ સરકારી કચેરીઓને બાદ કરતા અયોધ્યા પાસે કશું નથી. મોટા ભાગની ઓફિસ ફૈઝાબાદમાં છે. મંદિરનો વિવાદ શરૃ થયો એ પહેલા અયોધ્યામાં ભરાતો મેળો ગ્રામીણ લોકો માટેનો ગણાતો હતો. ૧૯૯૨ પછી દેશભરમાં અવધનું નામ વધારે ચર્ચાતું થયું છે.